ગુજરાત ટાઇટન્સના ન્યુ ઝીલૅન્ડના આ ઑલરાઉન્ડરને સપ્ટેમ્બરમાં જ મળ્યું છે લાઇસન્સ, ગ્લેન ફિલિપ્સ હવે ૨૮ માર્ચથી શરૂ થતી IPLમાં ગુજરાત ટાઇટન્સ વતી રમતો જોવા મળશે.
હવામાં ઊડીને અદ્ભુત કૅચ પકડતો ગ્લેન ફિલિપ્સ છે પાઇલટ
બૅટિંગ, બોલિંગ અને અદ્ભુત ફીલ્ડિંગ ઉપરાંત ન્યુ ઝીલૅન્ડનો ક્રિકેટર ગ્લેન ફિલિપ્સ પ્લેન પણ ઉડાડી શકે છે. હવામાં ઊડીને તેણે પકડેલા અફલાતૂન કૅચને લીધે ચાહકો તેને ફ્લાઇંગ કિવી તરીકે ઓળખવા લાગ્યા છે. તેણે મંગળવારે એક પ્રાઇવેટ વિમાનને સફળતાપૂર્વક લૅન્ડ કરતો વિડિયો શૅર કરીને તેની વધુ એક ટૅલન્ટની ઝાંખી ચાહકોને કરાવી હતી.
ગ્લેન ફિલિપ્સને સપ્ટેમ્બરમાં પ્રાઇવેટ લાઇસન્સ મળ્યું છે પણ તેને કમર્શિયલ લાઇસન્સ મેળવવું છે, કેમ કે તેને હવામાં ઊડવું ખૂબ જ પસંદ છે. જો તે ક્રિકેટર ન હોત તો કદાચ પાઇલટ બની ગયો હોત. તેની આ ટૅલન્ટ વિશે ગઈ કાલે તેણે જણાવ્યું હતું કે ‘હા, આ મારું સૌથી મોટું પૅશન છે. જો હું ક્રિકેટ ન રમતો હોત અને મારી પાસે બહુ બધા પૈસા હોત તો હું કદાચ પાઇલટ જ બની ગયો હોત. મને હવામાં ઊડવું બહુ જ ગમે છે. ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ કદાચ પાઇલટ જ પ્રાથમિકતા રહેશે.’
ગ્લેન ફિલિપ્સ હવે ૨૮ માર્ચથી શરૂ થતી IPLમાં ગુજરાત ટાઇટન્સ વતી રમતો જોવા મળશે.
