Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક પંડ્યાએ મિડ-સીઝનમાં જ લીધો હતો મુંબઈ ઇન્ડિયન્સ સાથે છેડો ફાડવાનો નિર્ણય

હાર્દિક પંડ્યાએ મિડ-સીઝનમાં જ લીધો હતો મુંબઈ ઇન્ડિયન્સ સાથે છેડો ફાડવાનો નિર્ણય

Published : 30 May, 2026 05:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026ની નિષ્ફળતા, માનસિક તનાવ અને ઇન્જરીને કારણે આગામી સીઝનમાં ટીમમાં ન રહેવાનો નિર્ણય મૅનેજમેન્ટને સંભળાવી દીધો...

હાર્દિક પંડ્યા

હાર્દિક પંડ્યા


ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મુંબઈ ઇન્ડિયન્સ વિશે મહત્ત્વપૂર્ણ અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો અનુસાર હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સ ફ્રૅન્ચાઇઝીને જાણ કરી છે કે તે કૅપ્ટન તરીકેની ખરાબ સીઝન પછી હવે ટીમથી અલગ થવા તૈયાર છે. મુંબઈ ટીમની નિષ્ફળતા, પીઠની ઇન્જરી અને માનસિક તનાવ વચ્ચે હાર્દિકે સીઝનની મધ્યમાં જ આગામી સીઝનમાં ટીમ છોડવાનો નિર્ણય લઈ લીધો હતો.

હાર્દિક પંડ્યા ૨૦૨૪માં ગુજરાત ટાઇટન્સમાંથી મુંબઈ ટીમમાં પાછો આવ્યો હતો. પાંચ વખતના IPL ચૅમ્પિયન રોહિત શર્મા પાસેથી કૅપ્ટન્સી છીનવાઈ જતાં ટીમ અને ફૅન્સમાં નિરાશા જોવા મળી હતી. હાર્દિકની આગેવાનીમાં મુંબઈ છેલ્લી ત્રણ સીઝનમાં ૩૯ મૅચમાંથી માત્ર ૧૫ મૅચ જીતી શક્યું અને ૨૪ મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ૨૦૨૫ની સીઝનમાં ટીમ પ્લેઑફમાં પહોંચી હતી અને બાકીની બન્ને સીઝનમાં ટીમ પૉઇન્ટ્સ-ટેબલમાં તળિયે રહી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

30 May, 2026 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK