જિમમાં વર્કઆઉટ દરમ્યાન બન્ને રોમૅન્સ કરતાં જોવા મળ્યાં હતાં
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં બરોડા માટે હૈદરાબાદમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની કેટલીક મૅચ રમી રહ્યો છે. ગઈ કાલે તેણે પોતાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે કેટલાક રોમૅન્ટિક ફોટો અને વિડિયો શૅર કર્યા હતા. જિમમાં વર્કઆઉટ દરમ્યાન બન્ને રોમૅન્સ કરતાં જોવા મળ્યાં હતાં.
હૈદરાબાદમાં હાર્દિક પંડ્યાને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગુરુવારે બરોડા-ગુજરાતની મૅચ જિમખાના ગ્રાઉન્ડ પર રમાવાની હતી, પરંતુ હાર્દિકને જોવા ટીમ-હોટેલ, પ્રૅક્ટિસ-નેટ અને ટિકિટ-કાઉન્ટર્સ પર ફૅન્સની ભીડને ધ્યાનમાં રાખીને મૅચ રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી હતી જેથી કોઈ અફરાતફરી અને અપ્રિય ઘટના ન બને.


