Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાંગારૂઓ સામે સતત ૧૧ વન-ડે સિરીઝ હારનો સિલસિલો રોકવા હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની તૈયાર

કાંગારૂઓ સામે સતત ૧૧ વન-ડે સિરીઝ હારનો સિલસિલો રોકવા હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની તૈયાર

Published : 24 February, 2026 02:34 PM | Modified : 24 February, 2026 02:35 PM | IST | Brisbane
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારત સામે પચાસમી વન-ડે જીત મેળવવાની અણીએ છે ઑસ્ટ્રેલિયા

ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં શાનદાર ફીલ્ડિંગ બદલ ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ જીતી હતી કૅપ્ટન હરમનપ્રીત કૌર.

ઑસ્ટ્રેલિયા સામેની T20 સિરીઝમાં શાનદાર ફીલ્ડિંગ બદલ ડ્રેસિંગ રૂમમાં બેસ્ટ ફીલ્ડરનો અવૉર્ડ જીતી હતી કૅપ્ટન હરમનપ્રીત કૌર.


ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી T20 સિરીઝ જીત્યા બાદ હરમપ્રીત કૌર ઍન્ડ કંપની આજે ૨૪ ફેબ્રુઆરીથી ૧ માર્ચ દરમ્યાન ૩ વન-ડેની સિરીઝ રમવા ઊતરશે. ઑસ્ટ્રેલિયા સામે એક દાયકા બાદ T20 સિરીઝ પર કબજો કર્યા બાદ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે આ હરીફ સામે વન-ડે ફૉર્મેટનો રેકૉર્ડ સુધારવા માટે ઊતરશે. પહેલી મૅચ બ્રિસબેનના ધ ગૅબા સ્ટેડિયમમાં અને બાકીની બન્ને મૅચ હૉબાર્ટના મેદાન પર રમાશે. ભારતીય સમય અનુસાર ત્રણેય મૅચ સવારે ૯.૨૦ વાગ્યે શરૂ થશે.

ભારત અને ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમો વચ્ચે ફેબ્રુઆરી ૧૯૮૪થી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન ૧૧ વન-ડે સિરીઝ રમાઈ છે. આ તમામ વન-ડે સિરીઝ ઑસ્ટ્રેલિયાએ જ જીતી છે. બન્ને ટીમ ૬૧ વન-ડેમાં સામસામે રમી છે, એમાંથી ઑસ્ટ્રેલિયા ૪૯ અને ભારત માત્ર ૧૨ મૅચ જીત્યું છે. ગયા વર્ષે ૩૦ ઑક્ટોબરે બન્ને વચ્ચે છેલ્લી વન-ડે મૅચ રમાઈ હતી એમાં ભારતે પાંચ વિકેટે ધમાકેદાર જીત નોંધાવી હતી.  


Whatsapp-channel Whatsapp-channel

24 February, 2026 02:35 PM IST | Brisbane | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK