Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ૨૩ વર્ષના મયંક યાદવ વિશે નેગેટિવ કમેન્ટ જોવી મારા માટે આઘાતજનક છે: ઈયાન બિશપ

૨૩ વર્ષના મયંક યાદવ વિશે નેગેટિવ કમેન્ટ જોવી મારા માટે આઘાતજનક છે: ઈયાન બિશપ

Published : 25 April, 2026 05:42 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈયાન બિશપ હાલમાં તેની કૉમેન્ટરીને કારણે જાણીતો છે. તેણે હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવ માટે સ્પેશ્યલ ટ્‍વીટ કરી હતી. 

૨૩ વર્ષના મયંક યાદવ વિશે નેગેટિવ કમેન્ટ જોવી મારા માટે આઘાતજનક છે: ઈયાન બિશપ

૨૩ વર્ષના મયંક યાદવ વિશે નેગેટિવ કમેન્ટ જોવી મારા માટે આઘાતજનક છે: ઈયાન બિશપ

વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઈયાન બિશપ હાલમાં તેની કૉમેન્ટરીને કારણે જાણીતો છે. તેણે હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સના ફાસ્ટ બોલર મયંક યાદવ માટે સ્પેશ્યલ ટ્‍વીટ કરી હતી. 
૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બૉલ ફેંકનાર મયંક યાદવે ૨૦૨૪માં લખનઉ માટે ૪ મૅચમાં ૬.૯૮ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને ૭ વિકેટ લીધી હતી. ૨૦૨૫માં માત્ર બે મૅચમાં તેણે ૧૨.૫૦ના ઇકૉનૉમી-રેટથી ૧૦૦ રન આપીને માત્ર બે વિકેટ લીધી હતી. ઇન્જરીઓને કારણે લાંબા સમય બાદ IPLમાં કમબૅક કરીને તેણે બુધવારે રાજસ્થાન સામે ૧૪ના ઇકૉનૉમી-રેટથી ૫૬ રન આપી દીધા હતા અને વિકેટલેસ રહ્યો હતો. આ પ્રદર્શનને કારણે તેની ભારે ટીકા થઈ હતી.

આ મામલે ઈયાન બિશપે ટ્‍વીટ કરીને લખ્યું કે ‘મયંક યાદવ વિશે નેગેટિવ કમેન્ટ જોવી મારા માટે આઘાતજનક છે. આ છોકરાએ ૨૧ વર્ષની ઉંમરે ઇન્જરીઓને કારણે લગભગ પોતાની કરીઅર અને આજીવિકા ગુમાવી દીધી હતી. તેને ફરીથી રમતો જોવો એ એક મોટો લહાવો છે. તેણે ફરીથી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી એ એક ચમત્કાર છે. ૨૩ વર્ષના આ ખેલાડી માટે પ્રાર્થના કરો કે તે ફિટ રહે. તે નિયંત્રણમાં આવશે. તે મેદાન પર રમી રહ્યો છે એ મહત્ત્વપૂર્ણ છે. ‘ 

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2026 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK