ઈડન ગાર્ડન્સમાં રિન્કુ સિંહ ટીમના પ્લેયર્સ સાથે મૅચ પહેલાં વૉર્મ-અપ કરતાં જોવા મળ્યો હતો
રિન્કુ સિંહ ભારતીય ટીમના અન્ય પ્લેયર્સ સાથે મેદાન પર પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો
શુક્રવારે સવારે ભારતના સ્ટાર ક્રિકેટર રિન્કુ સિંહના પપ્પા ખાનચંદ સિંહનું અવસાન થયું હતું. પપ્પાના અંતિમ સંસ્કાર માટે રિન્કુ સિંહ ભારતીય T20 ટીમ છોડીને ઉત્તર પ્રદેશમાં પોતાના વતન અલીગઢ પહોંચ્યો હતો. પપ્પાની છત્રછાયા ગુમાવ્યાના બે દિવસની અંદર તે ફરી નૅશનલ ડ્યુટી માટે હાજર થઈ ગયો હતો.
IPLની તેની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સમાં તે ટીમના પ્લેયર્સ સાથે મૅચ પહેલાં વૉર્મ-અપ કરતાં જોવા મળ્યો હતો. જોકે ગઈ કાલે સુપર 8ની અંતિમ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પણ તેને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું ન હતું.
