Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ સામે સતત બારમી T20 મૅચ હારી ગઈ શ્રીલંકા

ઇંગ્લૅન્ડ સામે સતત બારમી T20 મૅચ હારી ગઈ શ્રીલંકા

Published : 23 February, 2026 10:29 AM | IST | Pallekele
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સહયજમાનની સુપર 8માં ભૂંડી શરૂઆત : અંગ્રેજ ટીમે કૅપ્ટનને બર્થ-ડે ગિફ્ટમાં આપી ૫૧ રનની જીત : ૧૪૭ રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ ૧૬.૪ ઓવરમાં માત્ર ૯૫ રનમાં ઑલઆઉટ

આ વર્લ્ડ કપમાં ત્રીજી વાર મૅન ઑફ ધ મૅચ બન્યો વિલ જૅક્સ

આ વર્લ્ડ કપમાં ત્રીજી વાર મૅન ઑફ ધ મૅચ બન્યો વિલ જૅક્સ


ઑસ્ટ્રેલિયા જેવી ટીમને પછાડીને ટુર્નામેન્ટની બહાર કર્યા બાદ ચૅમ્પિયન બનવાનાં સપનાં જોવા લાગેલી શ્રીલંકાની ટીમને છેલ્લી લીગમાં ઝિમ્બાબ્વેએ આપેલા ઝટકામાંથી એ હજી બહાર નથી આવી એવું લાગી રહ્યું છે. સહયજમાન શ્રીલંકનો ગઈ કાલે ઇંગ્લૅન્ડ ટીમે આપેલા અચીવેબલ ૧૪૭ રનના ટાર્ગેટ સામે ફસડાઈ પડ્યા હતા. ૧૬.૪ ઓવરમાં માત્ર ૯૫ રન બનાવી પૅવિલિયન ભેગી થઈને ૫૧ રનની હાર સાથે સુપર 8 રાઉન્ડની નબળી શરૂઆત કરી હતી.

નવાઈની વાત એ છે કે T20 ઇન્ટરનૅશનલમાં ઇંગ્લૅન્ડ સામે શ્રીલંકાની આ સતત બારમી હાર હતી. બીજું આ પલેકેલે મેદાનમાં ૨૦૧૪થી શ્રીલંકા ઇંગ્લૅન્ડ સામે T20 ઇન્ટરનૅશનલમાં જીત નથી મેળવી શક્યું.



શ્રીલંકાએ ટૉસ જીતીને ટાર્ગેટ ચેઝ કરવાનું નક્કી કર્યું હતું. ઇંગ્લૅન્ડ નિરંતર વિકેટ ગુમાવતું રહ્યું હતું, પણ ઓપનર ફિલ સૉલ્ટે સામે છેડે ૪૦ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથે ૬૨ રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમતા રહીને સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. કૅપ્ટન હૅરી બ્રૂકના ૭ બૉલમાં ૧૪, સૅમ કરૅનના ૧૧ બૉલમાં ૧૧ અને જૅમી ઑવર્ટનના ૧૦ બૉલમાં ૧૦ ઉપરાંત વિલ જૅક્સના ૧૪ બૉલમાં ૪ ફોર સાથે ૨૧ રનના ઉપયોગી યોગદાનને લીધે ઇંગ્લૅન્ડ આખરે ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૪૬ રનના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું હતું.


ઑસ્ટ્રેલિયા સામે આ જ મેદાનમાં ૧૮૦+નો ટાર્ગેટ સહેલાઈથી હાંસલ કરનાર શ્રીલંકા આ ૧૪૭ રન પણ મેળવી લેશે એવું લાગતું હતું, પણ ત્રીજી ઓવરથી નિરંતર વિકેટપતનને લીધે પાવરપ્લેમાં જ ૩૪ રનમાં અડધી ટીમ ગુમાવીને પરાજય નક્કી કરી નાખ્યો હતો. કૅપ્ટન દસુન શનાકાના ૨૪ બૉલમાં ૩૦ રનના પ્રતિકાર છતાં ટીમ ભૂંડી હારને ખાળી નહોતી શકી. ઇંગ્લૅન્ડ વતી પેસ બોલર જોફ્રા આર્ચરે ૩ ઓવરમાં ૨૦ રન આપીને બન્ને ઓપનરોને આઉટ કરી લીધા હતા. ત્યાર બાદ સ્પિનરો વિલ જૅક્સ (બાવીસ રનમાં ૩), લિયામ ડૉસન (૨૭ રનમાં બે) અને આદિલ રશીદ (૧૩ રનમાં બે) સામે શ્રીલંકાએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. 

કૅપ્ટનને મળી ૫૧ રનની જીતની શુભ બર્થ-ડે ગિફ્ટ


ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી બ્રૂકનો ગઈ કાલે બર્થ-ડે હતો. ૨૭ વર્ષ પૂર્ણ કરનાર બ્રૂકને ટીમે ૫૧ રનની જીતની શુભ જીત ગિફ્ટમાં આપીને બર્થ-ડેને યાદગાર બનાવી નાખ્યો હતો. પાકિસ્તાન અને ન્યુ ઝીલૅન્ડની મૅચ વરસાદે ધોઈ નાખ્યા બાદ હવે ઇંગ્લૅન્ડે આ શાનદાર જીત સાથે સેમી-ફાઇનલમાં એની દાવેદારી મજબૂત કરી દીધી હતી.

વિલ જૅક્સ T20 વર્લ્ડ કપ 2026માં ત્રીજી વાર મૅન ઑફ ધ મૅચ બન્યો

મહત્ત્વપૂર્ણ ૨૧ રન અને ૨૨ રનમાં ૩ વિકેટના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સને લીધે વિલ જૅક્સ મૅન ઑફ ધ મૅચ બન્યો. T20 વર્લ્ડ કપની આ પાંચમી મૅચમાં જૅક્સે ત્રીજી વાર આ અવૉર્ડ જીતીને ટીમમાં એના સમાવેશ વિશે ટીકા કરનારાઓને બરાબરનો જવાબ આપી દીધો હતો. જૅક્સ આ પહેલાં નેપાલ અને ઇટલી સામેની જીતમાં પણ મહત્ત્વનો રોલ ભજવી સ્ટાર બન્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2026 10:29 AM IST | Pallekele | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK