Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલિસ્ટ ટીમો ભારત અને સાઉથ આફ્રિકા વૉર્મ-અપ મૅચમાં ટકરાશે

આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલિસ્ટ ટીમો ભારત અને સાઉથ આફ્રિકા વૉર્મ-અપ મૅચમાં ટકરાશે

Published : 04 February, 2026 12:31 PM | IST | Navi Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ટીમ આ એકમાત્ર વૉર્મ-અપ મૅચ જ રમવાની છે

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર યાદવ


T20 વર્લ્ડ કપ 2026ની વૉર્મ-અપ મૅચોના ત્રીજા દિવસે આજે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલિસ્ટ ટીમો ભારત અને સાઉથ આફ્રિકા પોતાની જાતને મોટી ટુર્નામેન્ટ માટે તૈયાર કરવા છેલ્લી વખત મૅચ રમવા ઊતરશે. બન્ને ટીમ આ એકમાત્ર વૉર્મ-અપ મૅચ જ રમવાની છે. નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં સાંજે ૭ વાગ્યાથી સૂર્યકુમાર યાદવની ટીમ સાઉથ આફ્રિકન ટીમ સામે ટકરાશે.

ભારત અને સાઉથ આફ્રિકાની મૅચ પહેલાં બૅન્ગલોરમાં નામિબિયા-સ્કૉટલૅન્ડ બપોરે ૧ વાગ્યાથી, બૅન્ગલોરમાં જ બપોરે ૩ વાગ્યાથી અફઘાનિસ્તાન-વેસ્ટ ઇન્ડીઝ અને સાંજે પાંચ વાગ્યાથી કોલંબોમાં આયરલૅન્ડ-પાકિસ્તાન વૉર્મ-અપ મૅચ રમવા ઊતરશે. 



ગઈ કાલની વૉર્મ-અપ મૅચનાં રિઝલ્ટ


શ્રીલંકા A સામે કોલંબોમાં ઓમાને પાંચ વિકેટે જીત મેળવી. શ્રીલંકા Aના ૧૪૫/૯ના સ્કોર સામે ઓમાને ૧૮ ઓવરમાં પાંચ વિકેટે ૧૪૬ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

કોલંબોમાં ઝિમ્બાબ્વેએ નેધરલૅન્ડ્સ સામે ૨૯ રને જીત નોંધાવી. ઝિમ્બાબ્વેએ ૯ વિકેટ ગુમાવીને ૧૭૮ રન કર્યા હતા. નેધરલૅન્ડ્સની ટીમ ૨૦ ઓવરમાં ૧૪૯ રને ઑલઆઉટ થઈ હતી. 
ચેન્નઈમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સને ૭ વિકેટે માત આપી. યુનાઇટ આરબ એમિરેટ્સના ૧૪૫/૬ના સ્કોર સામે નેપાલે ૧૭ ઓવરમાં ૩ વિકેટે ૧૪૮ રન ફટકાર્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 12:31 PM IST | Navi Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK