Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે આજથી વૉર્મ-અપ મૅચ શરૂ

ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે આજથી વૉર્મ-અપ મૅચ શરૂ

Published : 02 February, 2026 12:10 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્લ્ડ કપમાં ભાગ લેનારી ૨૦ ટીમમાંથી મોટા ભાગની ટીમ ભારત અને શ્રીલંકામાં પોતાના વેન્યુ પર પહોંચી ગઈ છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજથી ૬ ફેબ્રુઆરી દરમ્યાન ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની તૈયારી માટે ભારત અને શ્રીલંકામાં ૧૬ જેટલી વૉર્મ-અપ મૅચ રમાશે. ભારતીય સિનિયર ટીમ ૪ ફેબ્રુઆરીએ નવી મુંબઈમાં સાઉથ આફ્રિકા સામે વૉર્મ-અપ મૅચ રમશે જ્યારે ઇન્ડિયા A ટીમ આજે નવી મુંબઈમાં અમેરિકા સામે અને ૬ ફેબ્રુઆરીએ બૅન્ગલોરમાં નામિબિયા સામે વૉર્મ-અપ મૅચ રમશે.

વર્લ્ડ કપમાં ભાગ લેનારી ૨૦ ટીમમાંથી મોટા ભાગની ટીમ ભારત અને શ્રીલંકામાં પોતાના વેન્યુ પર પહોંચી ગઈ છે. ભારતના નવી મુંબઈ, બૅન્ગલોર, ચેન્નઈ અને શ્રીલંકાના કોલંબોમાં વૉર્મ-અપ મૅચ રમાવાની છે. કેટલીક મોટી ટીમ હાલમાં જ દ્વિપક્ષીય સિરીઝ રમી હોવાથી વૉર્મ-અપ મૅચ ન રમવાનો કે પોતાની A ટીમ ઉતારવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.



આજની અને આવતી કાલની મૅચો


૨ ફેબ્રુઆરી : અફઘાનિસ્તાન VS સ્કૉટલૅન્ડ  (બૅન્ગલોરમાં બપોરે ૩ વાગ્યે)
૨ ફેબ્રુઆરી : ભારત A VS અમેરિકા  (નવી મુંબઈ સાંજે પાંચ વાગ્યે)
૨ ફેબ્રુઆરી : કૅનેડા VS ઇટલી (ચેન્નઈ સાંજે ૭ વાગ્યે)
૩ ફેબ્રુઆરી : શ્રીલંકા A VS  ઓમાન (કોલંબો બપોરે ૧ વાગ્યે)
૩ ફેબ્રુઆરી : નેધરલૅન્ડ્સ VS  ઝિમ્બાબ્વે (કોલંબો બપોરે ૩ વાગ્યે)
૩ ફેબ્રુઆરી : નેપાલ VS યુનાઇટેડ આરબ એમિરેટ્સ  (ચેન્નઈ સાંજે પાંચ વાગ્યે)


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2026 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK