ICC T20I રૅન્કિંગમાં ઈશાન કિશન ૯૧૩ પૉઇન્ટ સાથે બૅટિંગમાં ટોચ પર છે, જ્યારે અભિષેક શર્મા બીજા ક્રમે પહોંચ્યો છે. બોલિંગમાં વરુણ ચક્રવર્તી પાંચમા અને જસપ્રીત બુમરાહ ૧૦મા ક્રમે પહોંચ્યા છે.
અભિષેક શર્મા
ICC મેન્સ T20 ઇન્ટરનૅશનલ રૅન્કિંગમાં ગઈ કાલે મહત્ત્વપૂર્ણ ફેરફાર થયો હતો. બૅટિંગ રૅન્કિંગમાં ઈશાન કિશન ૯૧૩ રેટિંગ પૉઇન્ટ સાથે પહેલા ક્રમે જળવાઈ રહ્યો છે. અભિષેક શર્મા (૮૬૨) એક સ્થાનના ફાયદા સાથે પાકિસ્તાનના શાહિબઝાદા ફરહાન (૮૪૮)ને પાછળ છોડીને બીજા ક્રમે પહોંચ્યો છે.
બોલિંગ રૅન્કિંગમાં ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તી બે સ્થાનના ફાયદા સાથે પાંચમા ક્રમે પહોંચ્યો છે. જસપ્રીત બુમરાહે ૭ સ્થાનની છલાંગ સાથે દસમા સ્થાને આવીને ટૉપ ટેનમાં એન્ટ્રી કરી છે. અર્શદીપ સિંહ ૧૧ સ્થાનના કૂદકા સાથે ૧૪મા ક્રમે આવ્યો છે.
T20 ઑલરાઉન્ડર્સના રૅન્કિંગમાં ટૉપ ટેનમાં માત્ર ભારતનો હાર્દિક પંડ્યા છે, જે બે સ્થાનના નુકસાન સાથે સાતમા ક્રમે પહોંચ્યો છે. માર્ચમાં વર્લ્ડ કપ ફાઇનલ પછી હાર્દિક પંડ્યા ભારત માટે T20 મૅચ રમી શક્યો નથી.
