ટીમ ઇન્ડિયાને ટેસ્ટ-સિરીઝમાં ખૂબ હેરાન કરનાર સાઇમન હાર્મર પણ અવૉર્ડ જીત્યો
શફાલી વર્મા
સાઉથ આફ્રિકા સામે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં તેના નિર્ણાયક પ્રદર્શન પછી ભારતની શફાલી વર્મા નવેમ્બર માટેનો ICC વિમેન્સ પ્લેયર ઑફ ધ મન્થ અવૉર્ડ જીતી છે. તેણે ફાઇનલ મૅચમાં ૭૮ બૉલમાં ૮૭ રન ફટકાર્યા હતા અને બે વિકેટ લીધી હતી.
૨૧ વર્ષની આ ઓપનર બીજી વખત નૉમિનેટ થઈ હતી, પણ પહેલી વખત આ અવૉર્ડ જીતી છે. તેણે ઇન્જર્ડ પ્રતીકા રાવલના સ્થાને ભારતીય સ્કવૉડમાં સેમી ફાઇનલ દરમ્યાન એન્ટ્રી કરી હતી. મેન્સ કૅટેગરીમાં સાઉથ આફ્રિકન સ્પિનર સાઇમન હાર્મર ભારત સામેની ટેસ્ટ-સિરીઝમાં ૧૭ વિકેટ લેવા બદલ આ અવૉર્ડ જીત્યો છે.


