Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિમેન્સ T20 વર્લ્ડ કપ : આજે સેમી-ફાઇનલની રેસમાં ટકી રહેવા શ્રીલંકા કરશે અંતિમ પ્રયાસ

વિમેન્સ T20 વર્લ્ડ કપ : આજે સેમી-ફાઇનલની રેસમાં ટકી રહેવા શ્રીલંકા કરશે અંતિમ પ્રયાસ

Published : 26 June, 2026 10:40 AM | IST | Manchester
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૬ ટીમોના ગ્રુપમાં બે જીત અને બે હાર સાથે શ્રીલંકા ચોથા ક્રમે છે

શ્રીલંકન કૅપ્ટન ચમારી અટાપટ્ટુ, સ્કૉટલૅન્ડની કૅપ્ટન કૅથરિન બ્રાયસ

શ્રીલંકન કૅપ્ટન ચમારી અટાપટ્ટુ, સ્કૉટલૅન્ડની કૅપ્ટન કૅથરિન બ્રાયસ


આજે વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની એકમાત્ર મૅચ રાતે ૧૧ વાગ્યે મૅન્ચેસ્ટરમાં શરૂ થશે. રેસમાંથી આઉટ થઈ ગયેલી સ્કૉટલૅન્ડની ટીમ સામે આજે શ્રીલંકા મેદાનમાં ઊતરશે. ૬ ટીમોના ગ્રુપમાં બે જીત અને બે હાર સાથે શ્રીલંકા ચોથા ક્રમે છે. સેમી-ફાઇનલની રેસમાં ટકી રહેવા શ્રીલંકા આજે જીત સાથે ગ્રુપ-સ્ટેજ રાઉન્ડ પૂરો કરવાનો પ્રયાસ કરશે.

શ્રીલંકા અને સ્કૉટલૅન્ડ વચ્ચે ૨૦૨૨થી ૨૦૨૪ વચ્ચે ત્રણ T20 મૅચ રમાઈ છે. શ્રીલંકાએ આ ત્રણેય મૅચમાં અનુક્રમે ૧૦૯ રનથી, ૧૦ વિકેટથી અને ૬૮ રનથી જીત નોંધાવી હતી.



મંગળવારે આયરલૅન્ડના ૧૩૦/૫ના સ્કોર સામે શ્રીલંકાએ કૅપ્ટન ચમારી અટાપટ્ટુના ૬૧ બૉલમાં અણનમ ૧૦૬ રનની મદદથી ૧૫.૩ ઓવરમાં ૧ વિકેટે ૧૩૪ રન કરીને ૧૩૧ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. 


ગ્રુપ Bમાં કોણ કેટલાં પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

ઇંગ્લૅન્ડ

+૨.૩૪૨

વેસ્ટ ઇન્ડીઝ

+૦.૦૦૮

ન્યુ ઝીલૅન્ડ

+૦.૧૨૨

શ્રીલંકા

 ૪ 

-૦.૯૭૩

સ્કૉટલૅન્ડ

3

-૦.૨૩૬

આયરલૅન્ડ

-૧.૨૭૭

 


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 10:40 AM IST | Manchester | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK