Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતીય ટીમે ૮ વિકેટે ૫૬૪ રને દાવ ડિક્લેર કર્યા બાદ અફઘાનિસ્તાનની અડધી ટીમને તંબુભેગી કરી દીધી

ભારતીય ટીમે ૮ વિકેટે ૫૬૪ રને દાવ ડિક્લેર કર્યા બાદ અફઘાનિસ્તાનની અડધી ટીમને તંબુભેગી કરી દીધી

Published : 08 June, 2026 02:13 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બે સદી અને ત્રણ ફિફ્ટીની મદદથી ભારતે ૮ વિકેટે ૫૬૪ રનના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી, બીજા દિવસના અંતે પાંચ વિકેટે ૧૧૩ રન કરનાર અફઘાનિસ્તાન હજી ૪૫૧ રનથી પાછળ

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમ સફીએ ૬ વિકેટ લીધી હતી.

અફઘાનિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમ સફીએ ૬ વિકેટ લીધી હતી.


મુલ્લાંપુરમાં અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ-મૅચના બીજા દિવસના અંતે ભારતે ૪૫૧ રનની લીડ જાળવી રાખી હતી. ભારતીય ટીમે કે. એલ. રાહુલ, શુભમન ગિલની સદી અને સાઈ સુદર્શન, રિષભ પંત અને વૉશિંગ્ટન સુંદરની ફિફ્ટીની મદદથી ૧૨૭ ઓવરમાં ૮ વિકેટે ૫૬૪ રનના સ્કોરે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. બીજા દિવસના અંત સુધીમાં ૩૯.૫ ઓવરમાં ૧૧૩ રન કરી અફઘાનિસ્તાનના પાંચ બૅટર્સ તંબુભેગા થઈ ગયા હતા. ૮ વિકેટે ૫૬૪નો સ્કોર એ અફઘાનિસ્તાન સામેનો બીજો સૌથી મોટો સ્કોર છે. ૨૦૨૪માં અફઘાનિસ્તાન સામે ઝિમ્બાબ્વેએ ૫૮૬ રન કર્યા હતા. ભારત ઘરઆંગણે ત્રણ વર્ષે ૫૫૦+ રન કરવામાં સફળ રહ્યું છે. છેલ્લે ભારતે અમદાવાદમાં ઑસ્ટ્રેલિયા સામે ૫૭૧ રન કર્યા હતા. શુભમન ગિલ અને રિષભ પંતે ગઈ કાલે ૮૬મી ઓવરમાં ૩ વિકેટે ૩૬૮ના સ્કોરથી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. બન્નેએ ચોથી વિકેટ માટે ૨૧૬ બૉલમાં ૧૬૯ રનની ભાગીદારી કરી હતી. શુભમન ગિલ ૧૫ ફોર અને એક સિક્સની મદદથી ૧૭૭ બૉલમાં ૧૨૬ રને અને રિષભ પંત ૧૨૧ બૉલમાં ૬ ફોર, ૩ સિક્સ ફટકારીને ૮૧ રને કૅચઆઉટ થયા હતા. વૉશિંગ્ટન સુંદર ૬૮ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સરના આધારે બાવન રન અને માનવ સુથારે ૪૧ બૉલમાં બે ફોર અને બે સિક્સની મદદથી ૪૧ બૉલમાં ૨૮ રન કર્યા હતા. બન્નેએ સાતમી વિકેટ માટે ૮૫ બૉલમાં ૫૪ રનની પાર્ટનરશિપ કરી હતી. નવમા ક્રમે રમીને મોહમ્મદ સિરાજે ૧૨ બૉલમાં ૪ ફોર, ૧ સિક્સની મદદથી ૨૨ રનનું યોગદાન આપ્યું હતું. ૨૩ વર્ષના ફાસ્ટ બોલર મોહમ્મદ સલીમ સફીએ ૨૭ ઓવરમાં ૧૪૦ રન આપીને ૬ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર ઝિયાઉર રહેમાન શરીફી અને સ્પિનર હશમતુલ્લાહ શાહિદીને ૧-૧ સફળતા મળી હતી. અફઘાનિસ્તાન માટે બીજા દિવસના અંત સુધીમાં મિડલ-ઑર્ડર બૅટર રહમત શાહ ૮૧ બૉલમાં ૬ ફોર અને એક સિક્સની મદદથી ૪૩ રન કરીને અણનમ રહ્યો હતો. કૅપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ૪૮ બૉલમાં ૪ ફોરની મદદથી ૨૦ રન કર્યા હતા. નવોદિત સ્પિનર માનવ સુથારે ૧૫.૫ ઓવરમાં ૨૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૭ ઓવરમાં ૨૭ રન આપીને બે વિકેટ લીધી હતી.

કૅપ્ટન તરીકે સૌથી વધુ ટેસ્ટ બૅટિંગ ઍવરેજ (૧૦૦૦+ રન)

ડૉન બ્રૅડમૅન (૩૧૪૭ રન)

૧૦૧.૫

શુભમન ગિલ (૧૦૭૬ રન)

૮૨.૮

કુમાર સંગકારા (૧૬૦૧ રન)

૬૯.૬

સ્ટીવન સ્મિથ (૪૪૨૫ રન)

૬૮.૧

માહેલા જયવર્દને (૩૬૬૫ રન)

૫૯.૧



ટેસ્ટ-ક્રિકેટમાં 8 વખત રિષભ પંત ૮૦ કે ૯૦ રનનો સ્કોર કર્યા બાદ આઉટ થઈને સદી ચૂક્યો છે.


1000 ટેસ્ટ-રન અફઘાનિસ્તાન માટે કરનાર પહેલો બૅટર બન્યો રહમત શાહ.


નવોદિત સ્પિનર માનવ સુથારે ૧૫.૫ ઓવરમાં ૨૧ રન આપીને ત્રણ વિકેટ લીધી હતી.

ભારતીય ખેલાડીઓ ૧૭ વર્ષ બાદ ઘરઆંગણે હાઇએસ્ટ રન-રેટથી ટેસ્ટ-ઇનિંગ્સ રમ્યા

ભારતે ૨૦૧૭માં શ્રીલંકાની ધરતી પર પોતાના હાઇએસ્ટ ૪.૫૦ના રન-રેટથી રમીને ૬૦૦ રન કર્યા હતા. ૧૭ વર્ષ પહેલાં ભારતે મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં શ્રીલંકા સામે જ ૪.૪૪ના રન-રેટથી ટેસ્ટ-ઇનિંગ્સ રમીને ૯ વિકેટે ૭૨૬ રન કર્યા હતા. ગઈ કાલે ભારતે ૪.૪૪ના રન-રેટથી રમીને પોતાની ઇનિંગ્સ ડિક્લેર કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2026 02:13 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK