રવિ શાસ્ત્રીએ ICC સમીક્ષામાં સંજના ગણેશન સાથે વાત કરતા કહ્યું હતું કે, “જો તે આંગળી તૂટી જાય કે ફ્રૅક્ચર થઈ જાય, તો રિષભ પંતને આરામ આપવો યોગ્ય રહેશે. હવે ઇંગ્લૅન્ડ જાણે છે કે તે ઘાયલ છે, આવી સ્થિતિમાં ભારતને કોઈ વિકલ્પ પણ નહીં મળે.
રિષભ પંત પ્રેક્ટિસ મૅચ પહેલા રમતો જોવા મળ્યો અને રવિ શાસ્ત્રી
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મૅચની ટૅસ્ટ સિરીઝની ચોથી મૅચ મૅન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાશે. 23 જુલાઈ બુધવારથી શરૂ થનારી આ ટૅસ્ટ મૅચમાં વિકેટકીપર બૅટર અને ટીમ ઇન્ડિયાના વાઇસ કૅપ્ટન રિષભ પંત રમશે કે નહીં તે શંકાસ્પદ છે. જો પંત માન્ચેસ્ટર ટૅસ્ટમાં નહીં રમે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધશે કારણ કે આ વિકેટકીપર બૅટર વર્તમાન સિરીઝમાં શાનદાર ફોર્મમાં છે, જોકે તેના ટીમમાં સામેલ થવાને લઈને હજી પણ કેટલીક ચર્ચાઓ શરૂ છે.
લોર્ડ્સમાં રમાયેલી સિરીઝની ત્રીજી ટૅસ્ટ દરમિયાન રિષભ પંત ઘાયલ થયો હતો. ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગમાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહનો બૉલ કૅરી કરવાનો પ્રયાસ કરતી વખતે રિષભ પંતની ડાબી તર્જની આંગળીમાં ઇજા થઈ હતી. આ પછી, રિષભ પંતની જગ્યાએ ધ્રુવ જુરેલે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી. ભારત માટે પંતે બન્ને ઇનિંગમાં બૅટિંગ કરી હોવા છતાં, તે પીડામાં દેખાતો હતો. આવી સ્થિતિમાં, તેના માટે માન્ચેસ્ટર ટૅસ્ટમાં રમવું મુશ્કેલ લાગે છે.
ADVERTISEMENT
હવે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રીએ રિષભ પંત વિશે મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ ભારતીય ટીમને સૂચન કર્યું હતું કે રિષભ પંતને હવે ચોથી ટૅસ્ટ મૅચ માટે પ્લેઇંગ ૧૧ માંથી બહાર રાખવો જોઈએ. શાસ્ત્રીના મતે, પંત સંપૂર્ણપણે ફિટ થયા પછી જ તેને ફિલ્ડિંગમાં ઉતારવો જોઈએ. શાસ્ત્રીએ એમ પણ કહ્યું હતું કે ચોથી ટૅસ્ટમાં પંતને ફક્ત સ્પેશિયાલિસ્ટ બૅટર તરીકે રમવો ખતરનાક બની શકે છે.
View this post on Instagram
શાસ્ત્રીએ પંત વિશે શું કહ્યું?
રવિ શાસ્ત્રીએ ICC સમીક્ષામાં સંજના ગણેશન સાથે વાત કરતા કહ્યું હતું કે, “જો તે આંગળી તૂટી જાય કે ફ્રૅક્ચર થઈ જાય, તો રિષભ પંતને આરામ આપવો યોગ્ય રહેશે. હવે ઇંગ્લૅન્ડ જાણે છે કે તે ઘાયલ છે, આવી સ્થિતિમાં ભારતને કોઈ વિકલ્પ પણ નહીં મળે. જો રિષભ પંત ટીમમાં આવે છે, તો તેણે બૅટિંગ અને વિકેટકીપિંગ બન્ને કરવી પડશે. અડધી ફિટનેસ સાથે એક કામ કરવું પૂરતું નહીં રહે.” રવિ શાસ્ત્રી આગળ કહ્યું, “મને નથી લાગતું કે જો રિષભ પંત વિકેટકીપિંગ ન કરી શકે, તો તેણે સ્પેશિયાલિસ્ટ બૅટર તરીકે મેદાનમાં આવવું જોઈએ. જો તે વિકેટકીપિંગ ન કરે, તો તેણે ફિલ્ડિંગ પણ કરવી પડશે. જો એ જ ભાગ ફરીથી ગ્લોવ્સ વગર ઘાયલ થાય, તો સ્થિતિ વધુ ખરાબ થશે. વિકેટકીપિંગમાં થોડી સુરક્ષા છે, પરંતુ ફિલ્ડર તરીકે નહીં. આવી સ્થિતિમાં, ઈજા વધુ ગંભીર બની શકે છે.”

