Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય ટીમ ૬ વર્ષ પછી ટેસ્ટ-મૅચ રમશે

ક્રાઇસ્ટચર્ચમાં ભારતીય ટીમ ૬ વર્ષ પછી ટેસ્ટ-મૅચ રમશે

Published : 26 November, 2026 12:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલિંગ્ટન ટેસ્ટ ડ્રૉ રહ્યા બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ક્રાઇસ્ટચર્ચમાં નિર્ણાયક બીજી ટેસ્ટ રમાશે, જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ દાવ પર રહેશે. અહીં રમેલી એકમાત્ર ટેસ્ટ-મૅચમાં ભારતને મળી હતી હાર

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે શુભમન ગિલ અને ટૉમ લૅધમનો ફાઇલ ફોટો.

ટેસ્ટ-સિરીઝની ટ્રોફી સાથે શુભમન ગિલ અને ટૉમ લૅધમનો ફાઇલ ફોટો.


ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલના મેદાનમાં આવતી કાલથી ન્યુ ઝીલૅન્ડ અને ભારત વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝની બીજી અને નિર્ણાયક મૅચ રમાશે. વેલિંગ્ટનમાં રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ક્રાઇસ્ટચર્ચમાં ભારતે એકમાત્ર ટેસ્ટ-મૅચ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૦માં રમી હતી. યજમાન ન્યુ ઝીલૅન્ડે આ મૅચ ૭ વિકેટે જીતી હતી. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે ૨૪૨ રન અને ૧૨૪ રનનો સ્કોર કરીને માત્ર ૧૩૨ રનનો જ ટાર્ગેટ આપ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં ૨૩૫ રનનો સ્કોર કરનાર યજમાન ટીમે બીજી ઇનિંગ્સમાં ૩૬ ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.  ન્યુ ઝીલૅન્ડે આ મેદાન પર ૨૦૧૪થી ૨૦૨૫ વચ્ચે ૧૫ ટેસ્ટ-મૅચ રમી હતી. એમાંથી ૯ મૅચમાં જીત અને ૪ મૅચમાં હાર મળી હતી. અન્ય બે ટેસ્ટ-મૅચ ડ્રૉ રહી હતી. ન્યુ ઝીલૅન્ડ છેલ્લે અહીં માર્ચ ૨૦૨૩માં ટેસ્ટ-મૅચ જીત્યું હતું. ત્યાર પછી ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં હાર મળી હતી અને વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચ ડ્રૉ રહી હતી.વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની રેસમાં બન્ને ટીમ માટે મૅચનું રિઝલ્ટ મહત્ત્વપૂર્ણ બનશે. ટૉપ ટૂમાં સામેલ સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા પછી ન્યુ ઝીલૅન્ડ, ભારત ટૉપ ફોરમાં સામેલ છે.

1299- સૌથી વધુ આટલા ટેસ્ટ-રન ફટકારી ચૂક્યો છે ટૉમ લૅધમ આ મેદાન પર. અહીં ૧૦૦૦ રન કરનાર તે એકમાત્ર ટેસ્ટ-પ્લેયર છે.


Whatsapp-channel Whatsapp-channel

26 November, 2026 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK