વર્લ્ડ કપમાં ઇન્જર્ડ થયેલી ઓપનર પ્રતીકા રાવલ, ઝડપી બોલર ક્રાન્તિ ગૌડ, ઑલરાઉન્ડર અમનજોત કૌર, વિકેટકીપર-બૅટ્સમૅન ઉમા છેત્રી, બૅટર હરલીન દેઓલ, ઑલરાઉન્ડર સાયલી સાતઘરે અને સ્પિનર વૈષ્ણવી શર્મા પ્રથમ વખત ભારત માટે ટેસ્ટ-મૅચ રમતાં જોવા મળી શકે છે.
રાધા યાદવ
ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ઑસ્ટ્રેલિયા સામેની એકમાત્ર ટેસ્ટ-મૅચ માટે ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી. ૬થી ૯ માર્ચ દરમ્યાન પર્થમાં રમાનારી આ મૅચમાં હરમનપ્રીત કૌર કૅપ્ટન અને સ્મૃતિ માન્ધના વાઇસ-કૅપ્ટનની જવાબદારી સંભાળશે. ઑસ્ટ્રેલિયા ટૂર પર વાઇટ-બૉલ સિરીઝની ૬ મૅચ બાદ આ ટેસ્ટ-મૅચ રમાશે. વર્લ્ડ કપમાં ઇન્જર્ડ થયેલી ઓપનર પ્રતીકા રાવલ, ઝડપી બોલર ક્રાન્તિ ગૌડ, ઑલરાઉન્ડર અમનજોત કૌર, વિકેટકીપર-બૅટ્સમૅન ઉમા છેત્રી, બૅટર હરલીન દેઓલ, ઑલરાઉન્ડર સાયલી સાતઘરે અને સ્પિનર વૈષ્ણવી શર્મા પ્રથમ વખત ભારત માટે ટેસ્ટ-મૅચ રમતાં જોવા મળી શકે છે. ૨૦ વર્ષની વૈષ્ણવી શર્મા પાસે આ ટૂર પર વન-ડે અને ટેસ્ટ-ફૉર્મેટમાં ડેબ્યુ કરવાની તક રહેશે.
ભારતની મહિલા ટેસ્ટ-ટીમ
ADVERTISEMENT
હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ માન્ધના (વાઇસ-કૅપ્ટન), શફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, અમનજોત કૌર, રિચા ઘોષ, ઉમા છેત્રી, પ્રતીકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ ઠાકુર, સાયલી સાતઘરે, ક્રાન્તિ ગૌડ, વૈષ્ણવી શર્મા, સ્નેહ રાણા.
વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં ભારતનું નેતૃત્વ કરશે રાધા યાદવ
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) દ્વારા આયોજિત વિમેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ૧૩ ફેબ્રુઆરીથી થાઇલૅન્ડમાં T20 ફૉર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં સિનિયર ભારતીય ટીમની સ્પિનર રાધા યાદવ ભારતનું નેતૃત્વ કરશે.
વિમેન્સ પ્રીમિયર લીગની સ્ટાર પ્લેયર્સ અનુષ્કા શર્મા, દિયા યાદવ, મીનુ મણિ, તનુજા કંવરને પણ ૧૫ સભ્યોની સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ૧૫ ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન કોલંબોમાં ટકરાશે. એ જ દિવસે ભારતની આ મહિલા ટીમ પણ થાઇલૅન્ડમાં પાકિસ્તાનને પડકાર આપતી જોવા મળશે.


