તમામ પ્લેયર્સને સન્માનિત કરવાની સાથે દેવેન્દ્ર ફડણવીસે તેમને તમામ પ્રકારનું સમર્થન આપવાનું વચન આપ્યું હતું. આ ચૅમ્પિયન ટીમે મુંબઈમાં સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્યાલયમાં પણ હાજરી આપી હતી.
બ્લાઇન્ડ વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ ક્રિકેટ બોર્ડના મુખ્યાલયમાં જઈ આવી
ગઈ કાલે ભારતની બ્લાઇન્ડ વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે શુભેચ્છા-મુલાકાત કરી હતી. તમામ પ્લેયર્સને સન્માનિત કરવાની સાથે દેવેન્દ્ર ફડણવીસે તેમને તમામ પ્રકારનું સમર્થન આપવાનું વચન આપ્યું હતું. આ ચૅમ્પિયન ટીમે મુંબઈમાં સ્થિત ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્યાલયમાં પણ હાજરી આપી હતી. જ્યાં તેમને સિનિયર મેન્સ અને વિમેન્સ ટીમની વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટોશૂટ કરવાની તક મળી હતી.


