Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20ની રમઝટ બાદ ટેસ્ટ-ફૉર્મેટની ધીરજની કસોટી માટે તૈયારી શરૂ

T20ની રમઝટ બાદ ટેસ્ટ-ફૉર્મેટની ધીરજની કસોટી માટે તૈયારી શરૂ

Published : 05 June, 2026 01:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026 દરમ્યાન અલગ-અલગ ટીમો માટે રમનાર ભારતના સ્ટાર ખેલાડીઓ હવે ટીમ ઇન્ડિયા માટે ફરી એકસાથે રમતા જોવા મળશે. ૬ જૂને ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચ શરૂ થશે.

રણનીતિ બનાવતો જોવા મળ્યો હેડ કોચ ગૌતમ ગંભીર, રિષભ પંત સાથે નેટ સેશનમાં કૅપ્ટન શુભમન ગિલ

રણનીતિ બનાવતો જોવા મળ્યો હેડ કોચ ગૌતમ ગંભીર, રિષભ પંત સાથે નેટ સેશનમાં કૅપ્ટન શુભમન ગિલ


IPL 2026 દરમ્યાન અલગ-અલગ ટીમો માટે રમનાર ભારતના સ્ટાર ખેલાડીઓ હવે ટીમ ઇન્ડિયા માટે ફરી એકસાથે રમતા જોવા મળશે. ૬ જૂને ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે એકમાત્ર ટેસ્ટ-મૅચ શરૂ થશે. શુભમન ગિલ સહિતના ખેલાડીઓએ ગૌતમ ગંભીરના કોચિંગ સ્ટાફ સાથે મુલ્લાંપુરમાં ટેસ્ટ-ફૉર્મેટમાં રમત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની વર્તમાન સીઝનમાં ૯ ટીમો વચ્ચે ભારત છઠ્ઠા ક્રમે છે. શુભમન ગિલની આગેવાનીમાં ભારત ૯ ટેસ્ટ-મૅચમાંથી ૪ જીત્યું છે અને ૪ હાર્યું છે, જ્યારે ૧ મૅચ ડ્રૉ રહી હતી. અફઘાનિસ્તાન વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ટૉપ-નવ રૅન્ક ટીમોનો ભાગ ન હોવાથી આ ટેસ્ટ-મૅચના પૉઇન્ટ ગણાશે નહીં. જોકે આ મૅચ ખેલાડીઓને ટેસ્ટ-ફૉર્મેટની રમત માટે ફરી અનુકુળ થવામાં મદદ કરશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK