Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વૈભવ સૂર્યવંશી આજે ભારતની ધરતી પર પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમશે?

વૈભવ સૂર્યવંશી આજે ભારતની ધરતી પર પહેલી ઇન્ટરનૅશનલ મૅચ રમશે?

Published : 09 October, 2026 02:39 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ધોનીના ગઢ રાંચીમાં ત્રણ વર્ષ પછી T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાશે, ભારતીય ટીમ અહીં ૪ T20 મૅચમાંથી ત્રણમાં વિજેતા રહી છે

વૈભવ સૂર્યવંશી

વૈભવ સૂર્યવંશી


આજે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝની બીજી મૅચ રમાશે. પહેલી મૅચમાં શ્રેયસ ઐયરની ઐતિહાસિક T20 સેન્ચુરીની મદદથી ભારતે ૧૭૨ રનનો ટાર્ગેટ ચેઝ કરીને ૮ વિકેટની જીત સાથે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી હતી. 
ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હોમટાઉન રાંચીમાં સ્થિત ઝારખંડ સ્ટેટ ક્રિકેટ અસોસિએશન ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ કૉમ્પ્લેક્સમાં સાંજે ૭ વાગ્યાથી મૅચ શરૂ થશે. અહીં છેલ્લી ૨૦૨૩ની ૨૭ જાન્યુઆરીએ અંતિમ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ હતી. 
રાંચીમાં રમાયેલી ચારેય મેન્સ T20 ઇન્ટરનૅશનલ મૅચમાં ભારતે ભાગ લીધો છે. ભારતે ૨૦૧૬માં શ્રીલંકા સામે ૬૯ રનથી ૨૦૧૭માં ઑસ્ટ્રેલિયા સામે ૯ વિકેટે અને ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડ સામે ૭ વિકેટે જીત મેળવી હતી. ૨૦૨૩માં કિવી ટીમ સામે રમાયેલી અંતિમ મૅચમાં ભારતને ૨૧ રને હારનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ અહીં પહેલી વખત T20 મૅચ રમશે. 
ટીમ-મૅનજમેન્ટ બીજી T20 મૅચમાં ઓપનર અભિષેક શર્માની સાથે યુવા પ્રતિભા વૈભવ સૂર્યવંશીને મેદાનમાં ઉતારવાનું વિચારી શકે છે. સંજુ સૅમસન છેલ્લી ૪ T20 ઇનિંગ્સમાં અનુક્રમે ૯, ૭, ૨ અને ૧૧ રનનો જ સ્કોર કરી શક્યો છે. બિહારનો ૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી ભારતની ધરતી પર ટીમ ઇન્ડિયા માટે હજી સુધી ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો નથી. 


Whatsapp-channel Whatsapp-channel

09 October, 2026 02:39 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK