રાયપુરના ૬૫,૦૦૦ની ક્ષમતાવાળા શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ જોવા માટે ૪૭,૩૨૨ જેટલા દર્શકો હાજર રહ્યા હતા.
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝનની ફાઇનલ મૅચમાં જીત મેળવ્યા બાદ ટ્રોફી સાથે ખુશખુશાલ ઇન્ડિયા માસ્ટર્સની ટીમ.
રવિવારે ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગની પહેલી સીઝનની ફાઇનલ મૅચમાં ઇન્ડિયા માસ્ટર્સે ૬ વિકેટે વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ સામે જીત મેળવી હતી. આ ફાઇનલ મૅચમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરના શાનદાર શૉટ સહિત અનેક રોમાંચક ક્ષણો જોવા મળી હતી. રાયપુરના ૬૫,૦૦૦ની ક્ષમતાવાળા શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મૅચ જોવા માટે ૪૭,૩૨૨ જેટલા દર્શકો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
કૅપ્ટન સચિન તેન્ડુલકર ટ્રોફી સાથે અત્યંત ખુશ જોવા મળ્યો હતો.
બન્ને ઑલરાઉન્ડર ઇરફાન પઠાણ અને યુવરાજ સિંહે ટ્રોફી સાથે સ્ટાઇલિસ્ટ પોઝ આપ્યો હતો.
વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સના કૅપ્ટન બ્રાયન લારા સાથે ઇન્ડિયા માસ્ટર્સનો કૅપ્ટન સચિન તેન્ડુલકર, ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ.
ટ્રોફી જીતી ગયા બાદ યુવરાજ સિંહ પત્ની હેઝલ કીચ અને બન્ને બાળકો સાથે.
ઑલમોસ્ટ ૫૦,૦૦૦ દર્શકો વચ્ચે ચૅમ્પિયન બનેલા ભારતના રિટાયર્ડ પ્લેયર્સના ચહેરા પર એક અલગ જ પ્રકારની ચમક જોવા મળી હતી. પઠાણ બ્રધર્સ સહિતના ક્રિકેટર્સ પોતાનાં બાળકો સાથે મેદાન પર ઉજવણી કરતા જોવા મળ્યા હતા. હરીફ ટીમના કૅપ્ટન બ્રાયન લારા સાથે પણ આ ક્રિકેટર્સે ફોટો પડાવીને આ મૅચને યાદગાર બનાવી હતી.

