Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રેસમાં ટકી રહેવા ભારતીય ટીમે હવે કેટલી મૅચ જીતવી પડશે?

વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલની રેસમાં ટકી રહેવા ભારતીય ટીમે હવે કેટલી મૅચ જીતવી પડશે?

Published : 02 November, 2026 02:26 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફાઇનલ માટે દાવેદારી મજબૂત કરવા માટે ભારતે પોતાની બાકીની સાતેય મૅચ જીતવી પડશે. સાત ટેસ્ટ-મૅચ જીતીને ભારત પોતાની પૉઇન્ટ ટકાવારી ૭૦.૩૭ ટકા સુધી પહોંચાડી શકશે. 

શુભમન ગિલ

શુભમન ગિલ


ઑસ્ટ્રેલિયા અને બંગલાદેશની હારની કારણે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC) ૨૦૨૫-’૨૭નાં સમીકરણો બદલાઈ ગયાં છે. નવ ટીમો વચ્ચે ટૉપ ટૂમાં રહીને ફાઇનલમાં પહોંચવા માટે ભારતીય 
ટીમે પોતાની આગામી સાતેય મૅચ જીતવી પડશે.

૫૧.૫૨ની પૉઇન્ટ ટકાવારી સાથે ચોથા ક્રમે રહેલી ભારતીય ટીમ હવે ન્યુ ઝીલૅન્ડ સામે બે ટેસ્ટ-મૅચ અને ઑસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ-મૅચ રમશે. ફાઇનલ માટે દાવેદારી મજબૂત કરવા માટે ભારતે પોતાની બાકીની સાતેય મૅચ જીતવી પડશે. સાત ટેસ્ટ-મૅચ જીતીને ભારત પોતાની પૉઇન્ટ ટકાવારી ૭૦.૩૭ ટકા સુધી પહોંચાડી શકશે. 



વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૫-૨૦૨૭માં કોણ કેટલા પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

ડ્રૉ

પૉઇન્ટ

ટકાવારી

ન્યુ ઝીલૅન્ડ

૬

૪

૧

૧

૫૨

૭૨.૨૨

સાઉથ આફ્રિકા

૭ 

૫ 

૨ 

૦

૬૦ 

૭૧.૪૩

ઑસ્ટ્રેલિયા

૧૩ 

૯ 

૪

૦

૧૦૮

૬૯.૨૩

ભારત

૧૧

૫

૪

૨

૬૮

૫૧.૫૨

બંગલાદેશ

૭

૩

૩

૧

૪૦

૪૭.૬૨

ઇંગ્લૅન્ડ

૧૬

૭

૮

૧

૭૪

૩૮.૫૪

શ્રીલંકા

૬

૧

૨

3

૨૪

૩૩.૩૩

વેસ્ટ ઇન્ડીઝ

૧૩

૩

૮

૨

૪૨

૨૬.૯૨

પાકિસ્તાન

૯

૨

૭

૦

૫ 

૪.૬૩


સામાન્ય રીતે ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ૬૦થી ૬૫ ટકા પૉઇન્ટ ટકાવારી જરૂરી હોય છે. ભારતીય ટીમ ૬ જીત, ૧ ડ્રૉ મૅચ સાથે ૬૬.૬૭ ટકા અને ૬ જીત, ૧ હાર સાથે ૬૪.૮૧ ટકાના કિસ્સામાં પણ ફાઇનલ સુધી પહોંચી શકે છે. જોકે અન્ય ટીમોની મૅચનાં રિઝલ્ટથી પણ ભારતના પૉઇન્ટ-ટેબલના સ્થાન પર અસર થશે. ભારત પાંચ જીત, બે ડ્રૉ મૅચ સાથે ૬૨.૯૬ ટકા અને પાંચ જીત, ૧ હાર, ૧ ડ્રૉ મૅચ સાથે ૬૧.૧૧ ટકા પૉઇન્ટ ટકાવારી સુધી પહોંચશે.


Whatsapp-channel Whatsapp-channel

02 November, 2026 02:26 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK