દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની બીજી T20માં ભારતે ૭ વિકેટે જીત મેળવીને ત્રણ મૅચની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ મેળવી. નીતીશ કુમાર રેડ્ડીએ ૨૪ રનમાં ત્રણ વિકેટ લઈને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર મેળવ્યો.
ભારત-અફઘાનિસ્તાન વચ્ચે આજે રમાશે ત્રીજી T20 મૅચ
મંગળવારે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે બીજી મૅચમાં ભારતે ૭ વિકેટે જીત મેળવી હતી. અફઘાનિસ્તાનના ૧૫૯/૮ના સ્કોરની સામે ભારતીય ટીમે ૧૪.૫ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે ૧૬૩ રન કરીને ૧૬૦ રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ૨૪ રન આપીને ત્રણ વિકેટ લેનાર નીતીશ કુમાર રેડ્ડી પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.
ભારતે ત્રણ T20 મૅચની સિરીઝ પર ૨-૦થી કબજો કર્યો હતો. ફ્રેબુઆરી ૨૦૧૯ પછી ભારત પોતાની ધરતી પર ૨૦ T20 સિરીઝથી અજેય રહ્યું છે. ભારત ૧૮ સિરીઝમાં વિજેતા રહ્યું છે અને બે સિરીઝ ડ્રૉ રહી હતી.
ટીમ ઇન્ડિયાના T20 કૅપ્ટન શ્રેયસ ઐયરે પહેલી ૧૨ T20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ ૧૧ ટૉસ જીતવાનો રેકૉર્ડ કર્યો છે. પચીસ જુલાઈએ તે માત્ર ઝિમ્બાબ્વે સામે એક ટૉસ હાર્યો હતો. પહેલી ૧૨ T20 મૅચમાં કૅપ્ટન તરીકે ૧૦ ટૉસ જીતવાનો કતરના મિર્ઝા બેગ અને ફિલિપીન્સના હેનરી ટાઇલરનો રેકૉર્ડ તૂટ્યો છે.
પૂર્ણ થયેલી T20 મૅચોમાં ભારત સામે સતત સૌથી વધુ હાર
ADVERTISEMENT
અફઘાનિસ્તાન (૨૦૧૦-’૨૬) : ૧૦
બંગલાદેશ (૨૦૧૯-’૨૫) : ૯
ઝિમ્બાબ્વે (૨૦૨૪-’૨૬) : ૮
બંગલાદેશ (૨૦૦૯-’૧૮): ૮
આયરલૅન્ડ (૨૦૦૯-’૨૪) : ૮
