Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાજકોટમાં અન્વય દ્રવિડ, આર્યવીર સેહવાગેની અન્ડર-19 મૅચ ૫૦ને બદલે ૨૦ ઓવરની રમાઈ

રાજકોટમાં અન્વય દ્રવિડ, આર્યવીર સેહવાગેની અન્ડર-19 મૅચ ૫૦ને બદલે ૨૦ ઓવરની રમાઈ

Published : 19 September, 2026 07:18 PM | IST | Rajkot
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્પિન ઑલરાઉન્ડર યશવર્ધન ચૌહાણ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. તેણે ૩૪ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સની મદદથી ૫૪ રન કર્યા હતા. તેણે ૪ ઓવરમાં ૨૮ રન આપીને બે વિકેટ પણ લીધી હતી. 

રાજકોટમાં અન્વય દ્રવિડ, આર્યવીર સેહવાગેની  અન્ડર-19 મૅચ ૫૦ને બદલે ૨૦ ઓવરની રમાઈ

રાજકોટમાં અન્વય દ્રવિડ, આર્યવીર સેહવાગેની અન્ડર-19 મૅચ ૫૦ને બદલે ૨૦ ઓવરની રમાઈ

રાજકોટમાં ગઈ કાલે ભારત અને ઑસ્ટ્રેલિયાની અન્ડર-19 ટીમો વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ હતી. વરસાદને કારણે વન-ડે ફૉર્મેટની આ મૅચ T20 ફૉર્મેટમાં રમાઈ હતી. ભારતે ૧૮૨/૬નો સ્કોર કર્યો હતો અને જવાબમાં કાંગારૂ ટીમ ૭ વિકેટે ૧૭૫ રન કરીને ૭ રને હાર્યું હતું. 
સ્પિન ઑલરાઉન્ડર યશવર્ધન ચૌહાણ પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. તેણે ૩૪ બૉલમાં પાંચ ફોર અને બે સિક્સની મદદથી ૫૪ રન કર્યા હતા. તેણે ૪ ઓવરમાં ૨૮ રન આપીને બે વિકેટ પણ લીધી હતી. 
ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ રાહુલ દ્રવિડ અને વીરેન્દર સેહવાગના દીકરાઓ પહેલી વખત ભારતની અન્ડર-19 ટીમ માટે એક સાથે રમવા ઉતર્યા હતા. રાહુલ દ્રવિડનો નાનો દીકરો અન્વય દ્રવિડ પહેલાં પણ આ ટીમ માટે રમ્યો છે. જ્યારે વીરેન્દર સેહવાગનો મોટો દીકરો આર્યવીર સેહવાગ પહેલી વખત ભારતની જર્સીમાં રમી રહ્યો હતો. 
ઓપનિંગ કરવા ઉતરેલા આર્યવીર સેહવાગે ૨૬ બૉલમાં પાંચ ફોરની મદદથી ૨૮ રન કર્યા હતા. છઠ્ઠા ક્રમે રમવા આવેલા અન્વય દ્રવિડે ૧૮ બૉલમાં બે ફોર અને ત્રણ સિક્સના આધારે ૩૮ રન કર્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 07:18 PM IST | Rajkot | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK