રસપ્રદ વાત એ છે કે, ટૅસ્ટ સિરીઝમાં જાડેજા અને ગેફનીએ પહેલી વાર નથી તે તેઓ આ રીતે એકબીજા સાથે મજાક કરતાં જોવા મળ્યા હોય. હેડિંગ્લી ખાતેની અગાઉની ટૅસ્ટ મૅચ દરમિયાન, જ્યારે ભારતે બૉલ બદલવા માટે સફળતાપૂર્વક અપીલ કરી ત્યારે બન્ન એકસાથે હસતાં જોવા મળ્યા.
રવીન્દ્ર જાડેજાની અમ્પાયર સાથે મસ્તી (તસવીર: X)
એજબેસ્ટન ખાતે ચાલી રહેલી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બીજી ટૅસ્ટ મૅચના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજા મેદાન પર અમ્પાયર ક્રિસ ગેફની સાથે રમૂજી વાતચીત કરતો માઇકમાં રેકોર્ડ થયો હતો. જ્યારે મૅચ અમ્પાયર ગેફની સ્ટમ્પ ઉપર બેઇલ રીસેટ કરી રહ્યા હતા ત્યારે સ્ટમ્પ માઇકે જાડેજા અને તેમના વચ્ચે થયેલી રમૂજી વાતચીત રેકોર કરી હતી. ગેફનીના હળવા ટીકાનો જવાબ આપતા જાડેજાએ રમતિયાળ રીતે ગેફની સાથે મજાક કરવાનું શરૂ કર્યું. જાડેજાએ કહ્યું "હુ! હું ચીટિંગ કરી રહ્યો છું?".
રસપ્રદ વાત એ છે કે, ટૅસ્ટ સિરીઝમાં જાડેજા અને ગેફનીએ પહેલી વાર નથી તે તેઓ આ રીતે એકબીજા સાથે મજાક કરતાં જોવા મળ્યા હોય. હેડિંગ્લી ખાતેની અગાઉની ટૅસ્ટ મૅચ દરમિયાન, જ્યારે ભારતે બૉલ બદલવા માટે સફળતાપૂર્વક અપીલ કરી ત્યારે બંને એકસાથે હસતાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
એજબેસ્ટનમાં ભારત વિજયની નજીક પહોંચ્યું, શુભમન ગિલ અને આકાશ દીપનું ઇંગ્લૅન્ડને હરાવવા માટે શ્રેષ્ઠ પ્રદર્શન
ઇંગ્લૅન્ડ સામેની બીજી ટૅસ્ટના ચોથા દિવસે ભારતે સંપૂર્ણ રીતે પ્રભુત્વ જમાવ્યું, કૅપ્ટન શુભમન ગિલે ૧૬૧ રનની શાનદાર ઇનિંગ રમી. ગિલે આ જ ટૅસ્ટની પહેલી ઇનિંગમાં બેવડી સદી અને ૧૫૦ રન બનાવનાર રમતના ઇતિહાસમાં પ્રથમ બૅટર બન્યો. ભારતીય કૅપ્નને આખરે શોએબ બશીરે આઉટ કર્યો, જેણે તેની જ બૉલિંગમાં કૅચ પકડ્યો. ભારતે ૬૦૦ રનનો આંકડો વટાવી દીધા અને ઇંગ્લૅન્ડને ૬૦૮ રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો, જેના કારણે ભારતે આ ઘોષણા કરી. આકાશ દીપ નવા બોલ સાથે શાનદાર સ્પેલ સાથે સ્ટમ્પ પહેલા ઇંગ્લૅન્ડના ટોપ ઓર્ડરને તોડી પાડ્યો.
અહીં જુઓ વાયરલ વીડિયો
Jadeja tickling the umpire ?pic.twitter.com/49FtL2ABys
— Div? (@div_yumm) July 5, 2025
વિજય માટે ૬૦૮ રનનો પીછો કરતા, બેન ડકેટે મોહમ્મદ સિરાજના ઓવર્સમાં હુમલો કરવાનું શરૂ કર્યું. જોકે, ભારતના સીમર બૉલરે જોરદાર વાપસી કરી અને ઝેક ક્રોલીને સાત બૉલમાં ડક આઉટ કરાવ્યો. ડકેટ આખરે આકાશ દીપ દ્વારા આઉટ થયો, જેણે તેને બોલ્ડ કર્યો. જમણા હાથના સીમર બૉલરે 6 રનમાં જો રૂટને આઉટ કરીને ઇંગ્લૅન્ડને તમામ પ્રકારની મુશ્કેલીમાં મુકી દીધું. દિવસની રમતના અંતે 72/3 પર ઇંગ્લૅન્ડ તમામ પ્રકારની મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.
આજે મૅચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. અંગ્રેજોને 90 ઓવરમાં 536 રન ફટકારવાના રહેશે. ઇંગ્લૅન્ડે 72 રન પર પોતા ત્રણ ત્રણ ટોચના બૅટરો ગુમાવી દીધા છે. જેથી હવે બૅટિંગ પર ઑલી પૉપ અને હૅરી બ્રુક મેદાનમાં છે. આ ટાર્ગેટ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યો છે, જેથી શું ભારત આ મૅચ જીતીને પાંચ મૅચવાળી ટૅસ્ટ સિરીઝમાં જીત મેળવીને ઇંગ્લૅન્ડ સાથે 1-1 ની બરાબરી કરશે તે જોવાનું રહેશે.

