DRS લેજન્ડ કુલદીપ યાદવે આખરે સ્વીકાર્યું કે...
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ઇમ્પૅક્ટ પ્લેયરનો મેડલ કુલદીપ યાદવ જીત્યો હતો
ક્રિકેટ પિચ પર સૌથી વધુ DRS એટલે કે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ માટે અપીલ કરવાના મામલે ભારતીય સ્પિનર કુલદીપ યાદવ સૌથી આગળ છે. વિશાખાપટનમમાં સાઉથ આફ્રિકા સામેની વન-ડે મૅચ દરમ્યાન બૅટરના પૅડ પર અથડાયેલા દરેક બૉલ પર વિકેટની અપીલ કરનાર કુલદીપને જોઈને વિરાટ કોહલી અને રોહિત શર્માએ તેની ખૂબ મશ્કરી પણ કરી હતી.
ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન વિરાટ કોહલી દ્વારા અગાઉ ‘DRS લેજન્ડ’નો ટૅગ મેળવનાર કુલદીપ યાદવ કહે છે, ‘હું DRSમાં ખૂબ જ ખરાબ છું એટલે રોહિત-વિરાટ મારી મજાક ઉડાવે છે. જો બૉલ પૅડ પર અથડાય છે તો મને લાગે છે કે દરેક બૉલ એક વિકેટ છે. એક બોલર તરીકે તમને લાગે છે કે દરેક નૉટ આઉટ આઉટ છે. તમારી આસપાસ એવા લોકો હોવા જોઈએ જે તમને શાંત રહેવા માટે માર્ગદર્શન આપી શકે.`


