હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં આજે રમાનારી ચોથી T20 મૅચ પાંચ મૅચની સિરીઝ માટે નિર્ણાયક બની શકે છે.
બૅટિંગ પ્રૅક્ટિસ-સેશનમાં બે બૅટ સાથે જોવા મળ્યો વૈભવ સૂર્યવંશી
હૈદરાબાદમાં રમેલી ત્રણેય T20 મૅચ જીત્યું છે ભારત, ૨૦૨૪માં રેકૉર્ડ ૨૯૭ રન પણ ફટકાર્યા હતા
આજે બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાનારી ચોથી T20 મૅચ પાંચ મૅચની સિરીઝના પરિણામ માટે નિર્ણાયક બની શકે છે. આ મૅચમાં ભારતની આક્રમક બૅટિંગ લાઇન-અપ ફરી એક વાર રનનો વરસાદ કરવાના ઇરાદા સાથે મેદાનમાં ઊતરશે. વેસ્ટ ઇન્ડીઝના બોલરોએ માત્ર રક્ષણાત્મક અભિગમ અપનાવવાને બદલે કંઈક વિશેષ કરવું પડશે.
ADVERTISEMENT
પાંચ મૅચની સિરીઝમાં ૩-૧ની અજેય સરસાઈ મેળવીને સિરીઝ જીતવા માટે ભારતને માત્ર એક જીતની જરૂર છે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સિરીઝમાં ટકી રહેવા માટે સ્કોર ૨-૨થી બરાબર કરવાના પ્રયાસમાં હશે.
હૈદરાબાદમાં મેન્સ ટીમ ઇન્ડિયા ત્રણ T20 મૅચ રમી છે અને ત્રણેય મૅચમાં જીત નોંધાવી છે. ૨૦૧૯માં વેસ્ટ ઇન્ડીઝ અને ૨૦૨૨માં ઑસ્ટ્રેલિયા સામે રમેલી T20 મૅચોમાં ભારતે ૬-૬ વિકેટે જીત નોંધાવી હતી.
આ મેદાન પર ભારતની છેલ્લી T20 મૅચ ૨૦૨૪ની ૧૨ ઑક્ટોબરે બંગલાદેશ સામે રમાઈ હતી, જેમાં ભારતે ૬ વિકેટે પોતાનો હાઇએસ્ટ સ્કોર ૨૯૭ બનાવીને ૧૩૩ રનથી ભવ્ય વિજય મેળવ્યો હતો. એ મૅચમાં સંજુ સૅમસને ૪૭ બોલમાં ૧૧૧ રન ફટકાર્યા હતા. આજે રમાનારી મૅચમાં પણ તે ફરી એક વાર મોટી ઇનિંગ્સ રમવા માટે ઉત્સુક હશે.
