ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષે એપ્રિલ બાદ ડિસેમ્બરમાં પણ સાઉથ આફ્રિકાની ટૂર કરશે. ગઈ કાલની જાહેરાત અનુસાર ૯થી ૧૫ ડિસેમ્બર વચ્ચેની ૩ વન-ડે મૅચની સિરીઝ બાદ ૨૦થી ૨૩ ડિસેમ્બરે એકમાત્ર ટેસ્ટ-મૅચ પણ રમાશે.
હરમનપ્રીત ઍન્ડ કંપની કરશે એપ્રિલ પછી ડિસેમ્બરમાં પણ સાઉથ આફ્રિકાની ટૂર
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આ વર્ષે એપ્રિલ બાદ ડિસેમ્બરમાં પણ સાઉથ આફ્રિકાની ટૂર કરશે. ગઈ કાલની જાહેરાત અનુસાર ૯થી ૧૫ ડિસેમ્બર વચ્ચેની ૩ વન-ડે મૅચની સિરીઝ બાદ ૨૦થી ૨૩ ડિસેમ્બરે એકમાત્ર ટેસ્ટ-મૅચ પણ રમાશે.
૧૭થી ૨૭ એપ્રિલ વચ્ચે ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકામાં તેમની ટીમ સામે પાંચ T20 મૅચની સિરીઝ રમવા પણ જઈ રહી છે. હાલમાં ઑસ્ટ્રેલિયા ટૂર પરથી હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની માત્ર T20 સિરીઝ જીતી શકી હતી જ્યારે વન-ડે અને ટેસ્ટ-ફૉર્મેટમાં હાર મળી હતી.