Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મને દુ:ખ છે કે વન-ડે ફૉર્મેટમાં મેં સારું પ્રદર્શન નથી કર્યું

મને દુ:ખ છે કે વન-ડે ફૉર્મેટમાં મેં સારું પ્રદર્શન નથી કર્યું

Published : 22 January, 2025 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ પહેલાં ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ કહે છે... મને દુ:ખ છે કે વન-ડે ફૉર્મેટમાં મેં સારું પ્રદર્શન નથી કર્યું, જો સારું પ્રદર્શન કર્યું હોત તો ચૅમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં હોત

સુર્યકુમાર યાદવ

સુર્યકુમાર યાદવ


ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની T20 ઇન્ટરનૅશનલ સિરીઝની શરૂઆતની પૂર્વસંધ્યાએ જ્યારે  T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને પૂછવામાં આવ્યું કે શું તે ચૅમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન ન મળવાથી નિરાશ છે ત્યારે તેણે કહ્યું કે ‘કોઈ કેમ નિરાશ થશે? જો હું (વન-ડેમાં) સારું


પ્રદર્શન કરીશ તો મને ટીમમાં સ્થાન મળશે. જો હું સારું નહીં કરું તો આવું બનશે નહીં. આ સ્વીકારવામાં કોઈ નુકસાન નથી. જો તમે ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પસંદ કરાયેલી ટીમ જુઓ તો એ શાનદાર છે. આ ટીમમાં જે પણ છે, તેઓ સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સ છે. તે બધાએ આ ફૉર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને હું તેમના માટે ખૂબ જ ખુશ છું. મને દુ:ખ છે કે મેં આ ફૉર્મેટમાં સારું પ્રદર્શન કર્યું નથી. જો મેં સારું પ્રદર્શન કર્યું હોત તો હું એ ટીમમાં હોત.’



૩૪ વર્ષના સૂર્યકુમાર યાદવે છેલ્લે ૨૦૨૩ની ૧૯ નવેમ્બરે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ રમી હતી. ત્યાર બાદ તે વન-ડે ફૉર્મેટની ઇન્ટરનૅશનલ મૅચ રમી શક્યો નથી. તે T20 ફૉર્મેટ જેવું પ્રદર્શન વન-ડે ફૉર્મેટમાં કરવામાં સફળ નથી રહ્યો. તેણે ૩૭ વન-ડે મૅચમાં ૨૫.૭૬ની સરેરાશથી ૭૭૩ રન બનાવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2025 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK