મહાન ક્રિકેટર્સ સચિન તેન્ડુલકર અને બ્રાયન લારા વચ્ચેની આ ટક્કર જૂની પેઢીના ક્રિકેટ-ફૅન્સ માટે એક યાદગાર મુકાબલો બની રહેશે. જિયોહૉટસ્ટાર અને કલર્સ સિનેપ્લેક્સ પર આ મૅચનો આનંદ માણી શકાશે.
ફાઇનલ મૅચમાં ટકરાશે સચિન તેન્ડુલકર અને બ્રાયન લારાની ટીમ
ઇન્ટરનૅશનલ માસ્ટર્સ લીગ (IML)ની પહેલી સીઝનનો આજે નિર્ણાયક દિવસ છે. રાયપુરમાં આજે સાંજે સાત વાગ્યાથી ઇન્ડિયા માસ્ટર્સ અને વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ વચ્ચે ટ્રોફી જીતવાનો જંગ જામશે. મહાન ક્રિકેટર્સ સચિન તેન્ડુલકર અને બ્રાયન લારા વચ્ચેની આ ટક્કર જૂની પેઢીના ક્રિકેટ-ફૅન્સ માટે એક યાદગાર મુકાબલો બની રહેશે. જિયોહૉટસ્ટાર અને કલર્સ સિનેપ્લેક્સ પર આ મૅચનો આનંદ માણી શકાશે.
ઑસ્ટ્રેલિયા માસ્ટર્સ સામે સેમી-ફાઇનલમાં ૯૪ રને જીત મેળવીને ઇન્ડિયા માસ્ટર્સ આ ટુર્નામેન્ટની પહેલી સેમી-ફાઇનલિસ્ટ ટીમ બની હતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે બીજી સેમી-ફાઇનલ મૅચમાં ટેબલ-ટૉપર શ્રીલંકા માસ્ટર્સ સામે ૬ રને રોમાંચક જીત મેળવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આઠ માર્ચે રમાયેલી એકમાત્ર મૅચમાં ઇન્જર્ડ સચિનની ગેરહાજરીમાં ઇન્ડિયાએ યુવરાજ સિંહના નેતૃત્વમાં સાત રને જીત નોંધાવી હતી. આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા પાંચમાંથી માત્ર એક અને વેસ્ટ ઇન્ડીઝ બે મૅચ હારી છે.

