IPLમાં ધોનીના ભવિષ્ય વિશે ચેન્નઈનો બૅટિંગ કોચ માઇકલ હસી કહે છે...
મહેન્દ્ર સિંહ ધોની , માઇકલ હસી
૪૨ વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ IPLમાં હમણાં સુધીની પાંચ ઇનિંગ્સમાં ૮૭ રન બનાવ્યા છે. પાંચેપાંચ ઇનિંગ્સમાં નૉટઆઉટ રહેલા ધોનીના ભવિષ્યને લઈને ચેન્નઈ સુપર કિંગ્સના બૅટિંગ કોચ માઇકલ હસીએ કહ્યું કે ‘માહીમાં હજી પણ બોલરોને પછાડવાની ક્ષમતા છે. માહી તેની કારકિર્દીમાં એવા સ્થાને છે જ્યાં તે ક્રિકેટની મજા માણી રહ્યો છે. તેણે ટુર્નામેન્ટ પહેલાં સખત મહેનત અને સારી તૈયારી કરી હતી. અલબત્ત બોલરો તેની સામે અલગ-અલગ વ્યૂહરચના ઘડી રહ્યા છે, કારણ કે તે કદાચ અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ ફિનિશર છે. બોલરો હજી પણ તેની સામે અલગ રણનીતિ અપનાવે છે. ભવિષ્યમાં પણ બોલરો માટે તેની સામે બોલિંગ કરવી મુશ્કેલ બનશે.