આ વર્ષે ચાર ટ્રોફી જીતનાર શ્રેયસ ઐયર કહે છે...
પંજાબ કિંગ્સની જર્સી સાથે ક્રિકેટર શ્રેયસ ઐયર
મુંબઈના ૩૦ વર્ષના ક્રિકેટર શ્રેયસ ઐયર માટે ૨૦૨૪નું વર્ષ કરીઅરનું સૌથી સફળ વર્ષ રહ્યું છે. તેના નેતૃત્વમાં કોલકાતા નાઇટ રાઇડર્સે IPLની અને મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી. તે ઈરાની કપ અને રણજી ટ્રોફી જીતનાર મુંબઈની ટીમનો પણ ભાગ હતો. IPL મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સે તેને ૨૬.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હેડ કોચ રિકી પૉન્ટિંગ સાથે તેની સારી મિત્રતા રહી છે. શ્રેયસ ઐયરે કહ્યું હતું કે અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચાઓ કરીશું અને આશા છે કે અમે પહેલી મૅચમાં સારું પ્રદર્શન કરીશું. આગામી સીઝનમાં શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સની કૅપ્ટન્સી કરશે એ ઑલમોસ્ટ નક્કી જ છે. ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પૉન્ટિંગ સાથે તે આ પહેલાં દિલ્હી કૅપિટલ્સમાં પણ કામ કરી ચૂક્યો છે.