કલ્યાણના ખડકપાડા પોલીસે દેશમુખ પરિવારની મારઝૂડ કરવાના આરોપમાં ૧૦ લોકો સામે ફરિયાદ નોંધી ગઈ કાલ સુધીમાં અખિલેશ શુક્લા સહિત છ લોકોની ધરપકડ કરી બીજા આરોપીઓની તપાસ હાથ ધરી છે.
ખડકપાડા પોલીસે ધરપકડ કરેલો અખિલેશ શુક્લા
કલ્યાણ-વેસ્ટના યોગીધામ અજમેરા હાઇટ્સ કૉમ્પ્લેક્સમાં અગરબત્તીના ધુમાડાથી શરૂ થયેલા વિવાદમાં દેશમુખ અને શુક્લા પરિવાર એમ બે પાડોશી વચ્ચે થયેલી મારઝૂડનો મામલો શુક્રવારે વિધાનસભા સત્રમાં ગાજ્યો હતો. ત્યાર બાદ કલ્યાણના ખડકપાડા પોલીસે દેશમુખ પરિવારની મારઝૂડ કરવાના આરોપમાં ૧૦ લોકો સામે ફરિયાદ નોંધી ગઈ કાલ સુધીમાં અખિલેશ શુક્લા સહિત છ લોકોની ધરપકડ કરી બીજા આરોપીઓની તપાસ હાથ ધરી છે. આ કેસમાં પોલીસે અખિલેશની કાર જપ્ત કરી ગેરકાયદે લાલ બત્તી વાપરવા બદલ તેને ફાઇન કરવામાં આવ્યો છે. ગઈ કાલે ધરપકડ કરેલા છ લોકોને કલ્યાણ કોર્ટમાં રજૂ કરાતાં તમામ આરોપીને છ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.