Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર થઈ શકે IPLને

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર થઈ શકે IPLને

Published : 12 March, 2026 11:00 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

LPGની અછત અને વિદેશી ખેલાડીઓના પ્રવાસની અસર પર ગવર્નિંગ કાઉ​ન્સિલ સમીક્ષા કરી રહી છેઃ ગઈ કાલે પ્રથમ ૨૦ મૅચનું શેડ્યુલ કરવામાં આવ્યું જાહેર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર ધીમે-ધીમે આખી દુનિયા પર થઈ રહી છે અને મોટા ભાગના કાર્યક્રમો અને ઇવેન્ટોનું શેડ્યુલ વિખેરાઈ રહ્યું છે. આને લીધે ૨૮ માર્ચથી શરૂ થનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૯મી સીઝનની તૈયારીઓ પર પણ અસર થઈ રહી છે અને જો પરિસ્થિતિ વધુ વણસી તો કદાચ આ મેગા ટુર્નામેન્ટ પોસ્ટપૉન પણ થઈ શકે છે.

આ જ બધાં કારણોસર તેમ જ આસામમાં યોજાનારી ચૂંટણીઓને લીધે જ ભારતીય ક્રિકેટ બોર્ડે ઘણા ઇન્તેજાર બાદ ગઈ કાલે આખરે પ્રથમ ૨૦ મૅચનું જ શેડ્યુલ જાહેર કર્યું હતું.  



IPL મોટા ભાગે મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, ચેન્નઈ જેવી મેટ્રો સિટીમાં રમાડવામાં આવે છે. આ શહેરોની મોટા ભાગની હોટેલો ગૅસની મર્યાદિત સપ્લાયની ફરિયાદ કરી રહી છે એને લીધે તેમણે એમના મેન્યુ ઉપરાંત અનેક કામકાજમાં કાપ મૂકી દીધો હતો. આને લીધે IPL જેવી મેગા ઇવેન્ટ દરમ્યાન ખેલાડીઓ, સપોર્ટ-સ્ટાફ, મહેમાનોને આ હોટેલો પૂરતી સુવિધા પૂરી પાડી શકે એમ નથી. આ ઉપરાંત તાજેતરમાં T20 વર્લ્ડ કપ દરમ્યાન વિદેશી ખેલાડીઓના પ્રવાસમાં થયેલી તકલીફોનું પણ ગવર્નિંગ કાઉ​ન્સિલ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી રહી છે. વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વેની ટીમોએ ટુર્નામેન્ટમાં આઉટ થયા બાદ ઘણા દિવસો સુધી ભારતમાં જ રોકાઈ રહેવું પડ્યું હતું.


ટુર્નામેન્ટની અનિશ્ચિતાઓ છતાં ગણતરીના દિવસો બાકી હોવાથી મોટા ભાગની ફ્રૅન્ચાઇઝીઓએ તૈયારી શરૂ કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સનો છેલ્લા ઘણા દિવસથી તેમના હાઈ પર્ફોર્મન્સ સેન્ટરમાં કૅમ્પ ચાલી રહ્યો છે. પંજાબ કિંગ્સ પણ ધરમશાળામાં તૈયારી કરી રહ્યું છે. વિરાટ કોહલીએ પણ ગઈ કાલે એ સીઝન માટે તૈયારી શરૂ કરી દીધી હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. કોહલી મોટા ભાગે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર સાથે જોડાઈ જશે.

યુદ્ધને કારણે થઈ પોસ્ટપોન


અમેરિકા-ઇઝરાઇલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની સિરીઝ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં ૧૩થી ૨૫ માર્ચ દરમ્યાન અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ૩ વન-ડે અને ૩ T20 મૅચની સિરીઝ રમાવાની હતી, પણ તનાવભર્યા વાતાવરણમાં UAEમાં એ યોજવી શક્ય નથી. વૈકલ્પિક ઑપ્શન તરીકે આ સિરીઝ શ્રીલંકામાં યોજવાની વિચારણ થઈ, પણ હાલના સંજોગોમાં UAEથી શ્રીલંકા કોઈ ફ્લાઇટ ન હોવાથી ટૂંકા ગાળામાં શ્રીલંકામાં હોટેલ, મેદાન અને સિક્યૉરિટીની અરેન્જમેન્ટ કરવી શક્ય ન હોવાથી આ સિરીઝને પોસ્ટપોન કરીને આ વર્ષના છેલ્લા ક્વૉર્ટરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અમદાવાદમાં આવતા મહિને યોજાનારી એશિયન વેઇટ લિફ્ટિંગ ચૅમ્પિયનશિપને પણ આ યુદ્ધને લીધે પોસ્ટપોન કરી દેવામાં આવી છે. બધા ખેલાડીઓ સુરક્ષિત અને સેફ વાતાવરણમાં સ્પર્ધામાં સામેલ થઈ શકે એ માટે ૧થી ૧૦ એપ્રિલ દરમ્યાન યોજાનારી સ્પર્ધા પોસ્ટપોન કરીને ૧૨થી ૧૭ મે દરમ્યાન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.

બૅન્ગલૉર vs હૈદરાબાદ ટક્કર સાથે IPLની ૧૯મી સીઝનની થશે શરૂઆત

ચર્ચાઓ પ્રમાણે ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે કાલે IPLની ૧૯મી સીઝનની પ્રથમ ૨૦ મૅચનું શેડ્યુલ જાહેર કરી દીધું હતું. યુદ્ધ અને બીજાં અનેક કારણો ઉપરાંત આસામની ચૂંટણીની તારીખોની હજી જાહેરાત ન થઈ હોવાથી પ્રથમ ૨૦ જ મૅચનું શેડ્યુલ જાહેર કર્યું હોવાનું મનાય છે. સીઝનની શરૂઆત બેન્ગલુરુમાં ગઈ સીઝનના ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર બૅન્ગલોરની ટક્કર સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે થશે. આ ઓપનિંગ મૅચ બેન્ગલુરુના વિવાદાસ્પદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જોકે આ મેદાનમાં રમવા માટે રાજ્ય સરકારની એક્સપર્ટ કમિટીના ​ક્લિયરન્સની રાહ જોવાઈ રહી છે. આ કમિટી આવતી કાલે આ મેદાનનું ઇન્સ્પેક્શન કરશે.

આ ૧૫ દિવસના કાર્યક્રમમાં પ્રથમ વીક-એન્ડને બાદ કરતાં એપ્રિલ ૪ અને ૫ તથા એપ્રિલ ૧૧ અને ૧૨ એમ ૪ દિવસ ડલબ-હેડર રમાશે. આ ૨૦ મૅચમાં બધી જ ટીમોની ૪-૪ મૅચનો સમાવેશ છે.

મુંબઈ આ ૪ મૅચોમાં બે ઘરઆંગણે-વાનખેડેમાં કલકત્તા અને બૅન્ગલોર સામે રમશે જ્યારે બાકીની બે દિલ્હીમાં દિલ્હી સામે અને ગુવાહાટીમાં રાજસ્થાન સામે રમશે. 

IPLની ૧૯મી સીઝનની પ્રથમ ૨૦ મૅચનું શેડ્યુલ

તારીખ

મૅચ

સ્થળ

સમય

શનિવાર, ૨૮ માર્ચ

બૅન્ગલોર vs હૈદરબાદ

બૅન્ગલોર

સાંજે ૭.૩૦ વાગ્યે

રવિવાર, ૨૯ માર્ચ

મુંબઈ vs કલકત્તા

વાનખેડે

સાંજે ૭.૩૦ વાગ્યે

સોમવાર, ૩૧ માર્ચ

રાજસ્થાન vs ચેન્નઈ

ગુવાહાટી

સાંજે ૭.૩૦ વાગ્યે

મંગળવાર, ૩૧ માર્ચ

પંજાબ vs ગુજરાત

મુલ્લાંપુર

સાંજે ૭.૩૦ વાગ્યે

બુધવાર, ૧ એપ્રિલ

લખનઉ vs દિલ્હી

લખનઉ

સાંજે ૭.૩૦ વાગ્યે

ગુરુવાર, ૨ એપ્રિલ

કલકત્તા vs હૈદરાબાદ

કલકત્તા

સાંજે ૭.૩૦ વાગ્યે

શુક્રવાર, ૩ એપ્રિલ

ચેન્નઈ vs પંજાબ

ચેન્નઈ

સાંજે ૭.૩૦ વાગ્યે

શનિવાર, ૪ એપ્રિલ

દિલ્હી vs મુંબઈ

દિલ્હી

બપોરે ૩.૩૦ વાગ્યે

શનિવાર, ૪ એપ્રિલ

ગુજરાત vs રાજસ્થાન

અમદાવાદ

સાંજે ૭.૩૦ વાગ્યે

રવિવાર, પ એપ્રિલ

હૈદરાબાદ vs લખનઉ

હૈદરબાદ

બપોરે ૩.૩૦ વાગ્યે

રવિવાર, ૫ એપ્રિલ

બૅન્ગલોર vs ચેન્નઈ

બૅન્ગલોર

સાંજે ૭.૩૦ વાગ્યે

સોમવાર, ૬ એપ્રિલ

કલકત્તા vs પંજાબ

કલકત્તા

સાંજે ૭.૩૦ વાગ્યે

મંગળવાર, ૭ એપ્રિલ

રાજસ્થાન v/s મુંબઈ

ગુવાહાટી

સાંજે ૭.૩૦ વાગ્યે

બુધવાર, ૮ એપ્રિલ

દિલ્હી v/s ગુજરાત

દિલ્હી

સાંજે ૭.૩૦ વાગ્યે

ગુરુવાર, ૯ એપ્રિલ

કલકત્તા vs લખનઉ

કલકત્તા

સાંજે ૭.૩૦ વાગ્યે

શુક્રવાર, ૧૦ એપ્રિલ

રાજસ્થાન vs બૅન્ગલોર

ગુવાહાટી

સાંજે ૭.૩૦ વાગ્યે

શનિવાર, ૧૧ એપ્રિલ

પંજાબ vs હૈદરાબાદ

મુલ્લાંપુર

બપોરે ૩.૩૦ વાગ્યે

શનિવાર, ૧૧ એપ્રિલ

ચેન્નઈ vs દિલ્હી

ચેન્નઈ

સાંજે ૭.૩૦ વાગ્યે

રવિવાર, ૧૨ એપ્રિલ

લખનઉ v/s ગુજરાત

લખનઉ

બપોરે ૩.૩૦ વાગ્યે

રવિવાર, ૧૨ એપ્રિલ

મુંબઈ vs બૅન્ગલોર

વાનખેડે

સાંજે ૭.૩૦ વાગ્યે

 

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK