Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચેન્નઈ માટે ધોની ન કરી શક્યો એવી કમાલ સંજુ સૅમસને પહેલી જ સીઝનમાં કરી દેખાડી

ચેન્નઈ માટે ધોની ન કરી શક્યો એવી કમાલ સંજુ સૅમસને પહેલી જ સીઝનમાં કરી દેખાડી

Published : 13 April, 2026 02:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઈ માટે સદી ફટકારનાર પહેલો વિકેટકીપર-બૅટર બન્યો

પડયપ્પામાં રજનીકાન્તની સૅલ્યુટ અને સેન્ચુરી ફટકાર્યા બાદ સંજુની સૅલ્યુટ

પડયપ્પામાં રજનીકાન્તની સૅલ્યુટ અને સેન્ચુરી ફટકાર્યા બાદ સંજુની સૅલ્યુટ


સંજુ સૅમસન ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ માટે સદી ફટકારનાર પહેલો શતકવીર વિકેટકીપર-બૅટર બન્યો છે. તેણે શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે ૫૬ બૉલમાં ૧૧૫ રનની ઇનિંગ્સ રમીને સંજુ સૅમસન પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો. વિકેટકીપર બૅટર તરીકે ૧૭ સીઝનમાં ધોની ચેન્નઈ માટે ૨૦૧૯માં બૅન્ગલોર સામે ૮૪ રનની મોટી ઇનિંગ્સ રમ્યો હતો. સંજુ સૅમસન IPL ઇતિહાસમાં હાઇએસ્ટ ૪ વખત સીઝનની પહેલી સદી ફટકારનાર પ્લેયર પણ છે. ચેપૉક સ્ટેડિયમમાં પણ સંજુ સૅમસને પહેલી વખત મોટી T20 ઇનિંગ્સ રમી છે. અહીં તે ૧૩  T20 ઇનિંગ્સમાં માત્ર એક વખત ૩૦+ રનની ઇનિંગ્સ રમી શક્યો હતો. તેણે ૯ વર્ષ પહેલાં અહીં હાઇએસ્ટ ૩૧ રન ફટકાર્યા હતા.

રજનીકાન્તની પડયપ્પા શૈલીમાં પહેલી સદીની ઉજવણી કરી



સંજુ સૅમસને ચેન્નઈ માટે પહેલી સદી નોંધાવ્યા બાદ તામિલ ફિલ્મ ‘પડયપ્પા’ના રજનીકાન્તના પ્રખ્યાત સૅલ્યુટનું અનુકરણ કરીને ઉજવણી કરી હતી. સંજુ સૅમસન ભૂતકાળમાં પણ રજનીકાન્તની શૈલીમાં પોતાની સિદ્ધિઓની ઉજવણી કરી ચૂક્યો છે. તેણે પોતાની આ સદી ચેન્નઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગને સમર્પિત કરી હતી.


શાસ્ત્રીને લકી ચાર્મ માને છે સૅમસન

સદી ફટકાર્યા બાદ મિડ-ઇનિંગ્સ દરમ્યાન એક ઇન્ટરવ્યુમાં સંજુ સૅમસને કહ્યું હતું કે ‘રવિ શાસ્ત્રી તમે મારા માટે લકી છો. જે મૅચ પહેલાં આપણી મુલાકાત થાય છે એ મૅચ શાનદાર જાય છે. કૃપા કરીને મારી દરેક મૅચમાં હાજરી આપો.’ T20 વર્લ્ડ કપ 2026ની અંતિમ મહત્ત્વપૂર્ણ મૅચોમાં સંજુ સૅમસન ઓપનર તરીકે ભારતીય ટીમની જીતનો હીરો હતો. 


દિલ્હી કૅપિટલ્સ એકત્રીસમી વખત IPLમાં આૅલઆઉટ થયું

ચેપૉક સ્ટેડિયમ ચેન્નઈ સુપર કિંગ્સે બે વિકેટના નુકસાન સાથે ૨૧૨ રન કર્યા હતા. જવાબમાં દિલ્હી કૅપિટલ્સ ૨૦ ઓવરમાં ૧૮૯ રન કરીને ઑલઆઉટ થયું હતું. IPL ઇતિહાસમાં દિલ્હીની ટીમ હાઇએસ્ટ એકત્રીસમી વખત ઑલઆઉટ થયું હતું.  ચેન્નઈએ પોતાના હોમ ગ્રાઉન્ડ ચેપૉકમાં જીતનો દુકાળ પણ ખતમ કર્યો છે. છેલ્લી ૬ IPL મૅચથી ચેન્નઈને અહીં હાર મળી હતી. ચેપૉકમાં દિલ્હી સામેની છેલ્લી ૯ મૅચમાં ચેન્નઈની આ આઠમી જીત છે. દિલ્હી અહીં છેલ્લી હોમ ટીમ સામે ૨૦૨૫માં જીત્યું હતું. 

Whatsapp-channel Whatsapp-channel

13 April, 2026 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK