Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શું સમીર રિઝવી ગર્લફ્રેન્ડ યેશા સાગરને મુસ્લિમ બનવા દબાણ કરી રહ્યો છે?

શું સમીર રિઝવી ગર્લફ્રેન્ડ યેશા સાગરને મુસ્લિમ બનવા દબાણ કરી રહ્યો છે?

Published : 02 May, 2026 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે આ વાત સમીર રિઝવી અને યેશા સાગરની છે કે બીજા કોઈની એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું તેમ જ રિઝવી કે યેશાએ સ્વીકારતું  કે નકારતું કોઈ રીઍક્શન પણ નથી આપ્યું.

સમીર રિઝવી અને યેશા સાગર

સમીર રિઝવી અને યેશા સાગર


દિલ્હી કૅપિટલ્સ વતી રમી રહેલો સમીર રિઝવી પ્રથમ બન્ને મૅચમાં મૅન ઑફ ધ મૅચ બનીને છવાઈ ગયો હતો પણ ત્યાર બાદ તે સદંતર નિષ્ફળ રહ્યો છે. જોકે આજકાલ તે સોશ્યલ મીડિયામાં જુદા કારણસર ચર્ચામાં આવી ગયો છે. પત્રકાર અભિષેક ત્રિપાઠીએ સોશ્યલ મીડિયામાં નામ જાહેર કર્યા વગર એક પોસ્ટ કરી હતી કે ઉત્તર પ્રદેશનો એક ક્રિકેટર તેની ઍન્કર-ગર્લફ્રેન્ડને મુસ્લિમ બનવા દબાણ કરી રહ્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે ‘તે ક્રિકેટર તેની ગર્લફ્રેન્ડને મુસ્લિમ આયતો યાદ કરવાનું તેમ જ લાઇફસ્ટાઇલમાં બદલાવ અંગે ફોર્સ કરી રહ્યો છે. કોઈની પણ સાથે હાથ ન મળાવવાનું તેમ જ સોશ્યલ મીડિયામાંથી તેના બિકિનીવાળા ફોટો પણ ડિલીટ કરવાનું દબાણ કરી રહ્યો છે’. આ પોસ્ટ સોશ્યલ મીડિયામાં ભારે વાઇરલ થઈ હતી અને લોકો તરત જ આને સમીર રિઝવી અને તેની ગર્લફ્રેન્ડ યેશા સાગર સાથે જોડવા લાગ્યા હતા. લવ જેહાદનો આ મામલો ગણાવીને લોકો રિઝવીને ટ્રોલ કરવા લાગ્યા હતા. જોકે આ વાત સમીર રિઝવી અને યેશા સાગરની છે કે બીજા કોઈની એ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું તેમ જ રિઝવી કે યેશાએ સ્વીકારતું  કે નકારતું કોઈ રીઍક્શન પણ નથી આપ્યું.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK