કોઈ પ્રોટોકૉલનું ઉલ્લંઘન ન થાય એની ખાતરી કરવા માટે ફ્રૅન્ચાઇઝીએ ક્રિકેટ બોર્ડ પાસે પરવાનગી પણ માગી છે
આવેશ ખાન
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) IPL 2026 શરૂ થવાના ત્રણ મહિના પહેલાં પોતાના પ્લેયર્સની ટ્રેઇનિંગ શરૂ કરી રહી છે. આ ફ્રૅન્ચાઇઝી આવેશ ખાન અને મોહસિન ખાન જેવા ઇન્જરીમાંથી સ્વસ્થ થઈ રહેલા ફાસ્ટ બોલર્સને સાઉથ આફ્રિકાની SA20 લીગમાં પોતાની ટીમ ડરબન સુપર જાયન્ટ્સના ખેલાડીઓ સાથે પ્રૅક્ટિસ કરવા ડરબન મોકલશે.
યંગ ફાસ્ટ બોલર નમન તિવારી જેવા ખેલાડીઓને પણ સાઉથ આફ્રિકા મોકલવામાં આવી શકે છે. આ બન્ને ટીમમાં બોલિંગ-કોચ ભરત અરુણ સહિતનો કોચિંગ સ્ટાફ ઑલમોસ્ટ સમાન છે. અહેવાલ અનુસાર સાઉથ આફ્રિકા મોકલતાં પહેલાં કોઈ પ્રોટોકૉલનું ઉલ્લંઘન ન થાય એની ખાતરી કરવા માટે ફ્રૅન્ચાઇઝીએ ક્રિકેટ બોર્ડ પાસે પરવાનગી પણ માગી છે. આ પ્લેયર્સ નૅશનલ કે સ્ટેટ લેવલના કોઈ પણ કરારનો હાલમાં ભાગ નથી.


