૨૮ માર્ચ પહેલાં તેણે ૨૩૩ T20 મૅચમાં હાઇએસ્ટ ૩૦૪ વિકેટ લીધી હતી.
પગની ઘૂંટીની ઇન્જરીને કારણે ડેવિડ પેઇનની હૈદરાબાદ સાથેની ડેબ્યુ IPL સીઝન સમાપ્ત
સનરાઇઝર્સ હૈદરાબાદના ડાબા હાથના સીમર ડેવિડ પેઇનને પગની ઘૂંટીની ઈજાને કારણે IPL 2026ની બાકીના મૅચોમાંથી બહાર કરવામાં આવ્યો છે. તેના રિપ્લેસમેન્ટની પણ હજી જાહેરાત થઈ નથી. ઇંગ્લૅન્ડના આ એક વન-ડે મૅચ રમેલા ૩૫ વર્ષના પેસ બોલરે ડેબ્યુ IPL સીઝનમાં પહેલી જ મૅચમાં બૅન્ગલોરના કૅપ્ટન રજત પાટીદાર અને જિતેશ શર્માની બૅક-ટુ-બૅક વિકેટ લીધી હતી. બે મૅચમાં તેણે ૧૪ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને બે જ વિકેટ લીધી છે. ૧.૫ કરોડનો આ ખેલાડી IPL ડેબ્યુ સમયે સૌથી હાઇએસ્ટ મૅચ અને વિકેટ લેનાર બોલર હતો. ૨૮ માર્ચ પહેલાં તેણે ૨૩૩ T20 મૅચમાં હાઇએસ્ટ ૩૦૪ વિકેટ લીધી હતી.
