Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સાકિબ ૧૮ નંબરની જર્સી કેમ પહેરે છે ખબર છે?

સાકિબ ૧૮ નંબરની જર્સી કેમ પહેરે છે ખબર છે?

Published : 16 April, 2026 02:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLમાં પ્રથમ મૅચમાં ચાર વિકેટ સાથે છવાઈ ગયેલા બિહારી પેસ બોલરના કોચની એ બર્થ-ડેટ છે

સાકિબ હુસેન અને ઇશાન કિશન

સાકિબ હુસેન અને ઇશાન કિશન


સોમવારે રાજસ્થાન રૉયલ્સ સામેની મૅચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતાં સાકિબ હુસેન ૨૪ રનમાં ચાર વિકેટ ઝડપીને IPLમાં ડેબ્યુમાં બેસ્ટ પ્રદર્શનના અશ્વની કુમારના રેકૉર્ડની બરાબરી કરીને છવાઈ ગયો હતો. એના સંઘર્ષની અનેક કહાનીઓ સાથે-સાથે તેનો વિરાટ કોહલીની જેમ જર્સીનો ૧૮ નંબર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. એક ટીવી-ચૅનલ સાથેના ઇન્ટરવ્યુમાં તેણે આ વિશે કહ્યું હતું કે તેના કોચ સૌરભકુમારની જન્મતારીખ ૧૮ હોવાથી તેણે તેની જર્સીનો નંબર તેના કોચને સમર્પિત કર્યો છે.

કોચ સૌરભકુમારે પણ આ બાબતે જણાવ્યું હતું કે ‘સાકિબ દરેક નાની-મોટી વાત મને પૂછીને કરે છે. જ્યારે તે કોલકાતા નાઇટ રાઇડર્સમાં હતો ત્યારે તેણે મને તેની જર્સીનો નંબર શું રાખવો એ વિશે પૂછ્યું હતું. મેં તેને તેના જન્મની તારીખને રાખવા કહ્યું હતું, પણ તે મારી જન્મતારીખ જ રાખવા માગતો હતો, પણ એ સમયે એક ખેલાડી ઑલરેડી એ નંબરની જર્સી પહેરતો હતો. એથી તે ૧+૮=૯ એમ ૯ નંબર રાખવા માગતો હતો. એ પણ ન મળતાં આખરે તેણે ૪૫ નંબરની જર્સી પહેરી હતી, પણ હૈદરાબાદમાં જેવો તેને જર્સીનો ૧૮ નંબર મળી ગયો એટલે તરત જ મને ફોન કરીને ખુશખબરી આપી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2026 02:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK