૨૦ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠામાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
BMCએ વૉટર ટનલ્સના મેઇન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી મુંબઈગરાઓએ આગામી અઠવાડિયે પાણીકાપનો સામનો કરવો પડશે. ૨૦ એપ્રિલથી ૨૭ એપ્રિલ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરવઠામાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
BMC દ્વારા ચેમ્બુરથી વડાલા અને પરેલ સુધી વિસ્તરેલી વૉટર ટનલ-નંબર એક તેમ જ વૉટર-ટનલ ચેમ્બુરથી ટ્રૉમ્બે લો-લેવલ અને હાઈ-લેવલ રિઝર્વોયર સુધીની ટનલ-નંબર બે પર ટેક્નિકલ કામગીરી કરવામાં આવશે. આ મેઇન્ટેનન્સમાં ચાર્જિંગ, ફ્લશિંગ અને ડી-ક્લોરિનેશન જેવી પ્રક્રિયાઓ સામેલ છે. એને પગલે કુર્લા, ગોવંડી, ચેમ્બુર, ઘાટકોપર, ભાંડુપ અને મુલુંડ વિસ્તારોમાં પાણીકાપ રહેશે.
