Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમિત મિશ્રા સ્પિન બોલિંગ કોચ બનીને જૂની ટીમ દિલ્હી કૅપિટલ્સમાં વાપસી કરશે

અમિત મિશ્રા સ્પિન બોલિંગ કોચ બનીને જૂની ટીમ દિલ્હી કૅપિટલ્સમાં વાપસી કરશે

Published : 22 October, 2026 01:19 PM | Modified : 22 October, 2026 02:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમિત મિશ્રા પાસે IPLનો બહોળો અનુભવ છે. તેણે ૨૦૦૮માં ટુર્નામેન્ટની શરૂઆતથી લઈને ૨૦૨૪ સુધીની ૧૬ સીઝનમાં ૪ ટીમો માટે કુલ ૧૬૨ મૅચો રમી છે. IPLમાં ૧૭૪ વિકેટ લેનાર અમિત મિશ્રા દિલ્હી માટે ૧૦ સીઝન રમ્યો છે.

અમિત મિશ્રાની દિલ્હી કૅપિટલ્સમાં વાપસી

અમિત મિશ્રાની દિલ્હી કૅપિટલ્સમાં વાપસી


૪૩ વર્ષનો અનુભવી સ્પિનર ​​અમિત મિશ્રા દિલ્હી કૅપિટલ્સમાં પરત ફર્યો છે પણ આ વખતે તે ટીમમાં સ્પિન બોલિંગ કોચ તરીકે જોડાયો છે. તે સૌરવ ગાંગુલી (હેડ કોચ), યુવરાજ સિંહ (અસિસ્ટન્ટ કોચ) અને ચામિન્ડા વાસ (ફાસ્ટ બોલિંગ કોચ) જેવા ભૂતપૂર્વ ક્રિકેટરોની કોચિંગ ટીમમાં સામેલ થયો છે. 

અમિત મિશ્રા પાસે IPLનો બહોળો અનુભવ છે. તેણે ૨૦૦૮માં ટુર્નામેન્ટની શરૂઆતથી લઈને ૨૦૨૪ સુધીની ૧૬ સીઝનમાં ૪ ટીમો માટે કુલ ૧૬૨ મૅચો રમી છે. IPLમાં ૧૭૪ વિકેટ લેનાર અમિત મિશ્રા દિલ્હી માટે ૧૦ સીઝન રમ્યો છે. તે આજે પણ દિલ્હીનો હાઇએસ્ટ વિકેટટેકર છે. તેણે ૧૦૩ મૅચમાં ૧૧૦ વિકેટ લીધી છે. તે IPLના ઇતિહાસમાં એકમાત્ર એવો ખેલાડી છે જેણે ત્રણ હૅટ-ટ્રિક લીધી છે.



અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં T20 ટીમમાં ભાગીદારીનો નિર્ણય માંડી વાળ્યો ન્યુ ઝીલૅન્ડે


ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે અમેરિકા-સ્થિત કંપની ટ્રુ નૉર્થ સ્પોર્ટ્‍સ વેન્ચર્સ સાથેના એના કરારમાંથી પીછેહઠ કરી છે. આ કરાર હેઠળ ૨૦૨૭માં મેજર લીગ ક્રિકેટ ફ્રૅન્ચાઇઝી શરૂ કરવાના સાહસ માટે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ હાઈ-પર્ફોર્મન્સ અને સંચાલકીય સહાય પૂરી પાડવાનું હતું.

આ કરાર એપ્રિલ ૨૦૨૫માં કરવામાં આવ્યો હતો. હાલમાં ન્યુ ઝીલૅન્ડે આ સાહસમાંથી અલગ થવાના પોતાના નિર્ણયની જાહેરાત કરી. અન્યત્ર વિસ્તરણ કરવાને બદલે ન્યુ ઝીલૅન્ડમાં જ રહેલી તકો પર સંસાધનો કેન્દ્રિત કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કરારમાંથી ખસી જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


 

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK