Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જસપ્રીત બુમરાહના યૉર્કરને શ્રેયસ ઐયરે બાઉન્ડરીની બહાર મોકલેલા શૉટને IPLનો બેસ્ટ ગણાવ્યો મિસ્ટર 360 ડિગ્રીએ

જસપ્રીત બુમરાહના યૉર્કરને શ્રેયસ ઐયરે બાઉન્ડરીની બહાર મોકલેલા શૉટને IPLનો બેસ્ટ ગણાવ્યો મિસ્ટર 360 ડિગ્રીએ

Published : 03 June, 2025 10:00 AM | Modified : 04 June, 2025 07:01 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ માટે એક સીઝનમાં હાઇએસ્ટ સિક્સ ફટકારનાર પ્લેયર બન્યો હતો. તેણે ગ્લેન મૅક્સવેલ (૩૬ સિક્સ)નો ૨૦૧૪નો રેકૉર્ડ તોડ્યો હતો.

જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર

જસપ્રીત બુમરાહ, શ્રેયસ ઐયર


પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરે ક્વૉલિફાયર-ટૂમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ૨૧૨.૨૦ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૪૧ બૉલમાં ૮૭ રનની મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમી હતી. કૅપ્ટન તરીકે તેણે IPL પ્લેઑફ્સમાં સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકૉર્ડ કર્યો હતો. તેણે કૅપ્ટન તરીકે એક સીઝનમાં હાઇએસ્ટ ૩૯ સિક્સ ફટકારીને વિરાટ કોહલીનો ૨૦૧૬નો ૩૮ સિક્સનો રેકૉર્ડ તોડ્યો હતો. સાથે જ તે પંજાબ માટે એક સીઝનમાં હાઇએસ્ટ સિક્સ ફટકારનાર પ્લેયર બન્યો હતો. તેણે ગ્લેન મૅક્સવેલ (૩૬ સિક્સ)નો ૨૦૧૪નો રેકૉર્ડ તોડ્યો હતો.


આ ઇનિંગ્સમાં પાંચ ફોર અને ૮ સિક્સ ફટકારનાર આ મુંબઈકરે હરીફ ટીમના મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ સામે પણ શાનદાર શૉટ રમ્યા હતા. યૉર્કરથી બૅટરને ઘૂંટણિયે પાડી દેતા બુમરાહે ૧૮મી ઓવરમાં એક પર્ફેક્ટ યૉર્કર બૉલ ફેંક્યો હતો જેને ઐયરે સ્ટમ્પ્સનો બચાવ કરીને થર્ડ મૅનની દિશામાં શૉટ રમીને બૉલને બાઉન્ડરી પાર ફોર તરીકે પહોંચાડ્યો હતો. આ શાનદાર શૉટ જોઈને ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર અને હાલના કૉમેન્ટેટર એ.બી. ડિવિલિયર્સ કહે છે, ‘આ મારા માટે શૉટ ઑફ IPL (ટુર્નામેન્ટનો બેસ્ટ શૉટ) છે. જો હું આ બૉલનો સામનો કરી રહ્યો હોત તો એણે મારા સ્ટમ્પ્સ તોડી નાખ્યા હોત.’


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2025 07:01 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK