Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > દુલીપ ટ્રોફીમાં પહેલા દિવસે ઈસ્ટ ઝોનના કૅપ્ટન ઈશાન કિશને અણનમ ૧૧૧ રન કર્યા

દુલીપ ટ્રોફીમાં પહેલા દિવસે ઈસ્ટ ઝોનના કૅપ્ટન ઈશાન કિશને અણનમ ૧૧૧ રન કર્યા

Published : 07 September, 2026 10:42 AM | IST | chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ ઝોન સામે ૩૧મી ઓવરમાં ટીમનો સ્કોર ૧૪૭-૩ હતો, કૅપ્ટને બે મોટી ભાગીદારી કરીને સ્કોર ૩૮૫-૪ સુધી પહોંચાડ્યો

ઈશાન કિશને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દસમી સદી ફટકારીને ૪૦૦૦ રનનું સીમાચિહ્‍ન પણ પાર કર્યું.

ઈશાન કિશને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં દસમી સદી ફટકારીને ૪૦૦૦ રનનું સીમાચિહ્‍ન પણ પાર કર્યું.


ચેપૉક સ્ટેડિયમમાં ગઈ કાલે દુલીપ ટ્રોફી ૨૦૨૬-’૨૭ની ફાઇનલ મૅચ શરૂ થઈ હતી. ઈસ્ટ ઝોને ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરીને પહેલા જ દિવસે ૭૯ ઓવરમાં કૅપ્ટન ઈશાન કિશનની સદીની મદદથી સ્કોર ૩૮૫-૪ સુધી પહોંચાડ્યો હતો. તિલક વર્માની સાઉથ ઝોન ટીમ આખા દિવસમાં ૪ વિકેટ લઈને મેદાન પર સંઘર્ષ કરતી જોવા મળી હતી. 
ઈસ્ટ ઝોનના ઓપનર્સે ૧૪.૪ ઓવરમાં ૧૦૦ રનની ભાગીદારી કરી હતી. વૈભવ સૂર્યવંશીએ ૩૭ બૉલમાં પાંચ ફોર અને એક સિક્સની મદદથી ૪૪ રન કર્યા. ૩૧મી વર્ષગાંઠે અભિમન્યુ ઈશ્વરને ૮૬ બૉલમાં ૧૦ ફોર અને એક સિક્સના આધારે ૭૨ રન કર્યા હતા. ત્રીજા ક્રમના બૅટર શિખર મોહને ૧૨૦ બૉલમાં ૯ ફોર અને ત્રણ સિક્સ ઝૂડીને ૮૫ રનનું યોગદાન આપ્યું હતું. 
પાંચમા ક્રમે રમવા આવેલા કૅપ્ટન ઈશાન કિશને ૧૩૫ બૉલમાં ૧૪ ફોર અને એક સિક્સના આધારે અણનમ ૧૧૧ રન કર્યા હતા. કુમાર કુશાગ્ર પણ ૭૫ બૉલમાં ૪ ફોર અને પાંચ સિક્સની મદદથી ૬૩ રન કરીને નૉટઆઉટ રહ્યો હતો. બન્ને આજે પોતાની પાંચમી વિકેટની ૧૪૪ રનની ભાગીદારી આગળ વધારશે. 
ઈશાન કિશને ચોથી વિકેટ માટે શિખર મોહન સાથે ૧૨૯ બૉલમાં ૯૪ રનની ભાગીદારી પણ કરી હતી. એક સમયે ૩૧મી ઓવરમાં ટીમનો સ્કોર ૧૪૭-૩ હતો. કૅપ્ટનની આ બે મોટી ભાગીદારીને કારણે દિવસના અંતે ઈસ્ટ ઝોન ૪૦૦ રનની નજીક સ્કોર લઈ જવામાં સફળ રહ્યું હતું. 
તિલક વર્માની ટીમ માટે ફાસ્ટ બોલર ત્રિપુરાણ વિજયે બે વિકેટ અને સ્પિનર ચામા વી મિલિંદે એક વિકેટ લીધી હતી. સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ૧૪ ઓવરમાં ૯૬ રન અને ૧૦૦મી ફર્સ્ટ-ક્લાક ક્રિકેટ મૅચ રમી રહેલો સ્પિનર શ્રેયસ ગોપાલ ૧૯ ઓવરમાં ૭૭ રન આપીને વિકેટલેસ રહ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ મોહમ્મદ સિરાજ સામે ૧૨ બૉલમાં ૨૨ રન ફટકાર્યા




ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં યંગ બૅટર વૈભવ સૂર્યવંશી માટે ભારે ક્રેઝ જોવા મળ્યો.

૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીએ ગઈ કાલે સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ સામે ૧૨ બોલમાં ૨૨ રન બનાવ્યા હતા, જેમાં એક જ ઓવરમાં ૧૪ રનનો સમાવેશ થાય છે. મૅચ દરમ્યાન સાઉથ ઝોનના કૅપ્ટન તિલક વર્મા વૈભવ સૂર્યવંશીને ‘શું આ વાઇસ-કૅપ્ટન છે?’ એવું કહીને સ્લેજિંગ કરતો જોવા મળ્યો. મેદાન પર બન્ને ખેલાડીઓ આ દરમ્યાન સામસામે આવી ગયા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2026 10:42 AM IST | chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK