૪૪ મૅચમાંથી પ્રતિ મૅચ પ્લેયર ઑફ ધ મૅચ વિજેતાને ૫૦,૦૦૦ રૂપિયા મળશે
પ્રતીકાત્મક તસવીર
ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની સુરતમાં ૨૦૨૬ની ૯ જાન્યુઆરીથી ૬ ફેબ્રુઆરી વચ્ચે આયોજિત ત્રીજી સીઝન માટે રેકૉર્ડ પ્રાઇઝ-મનીની જાહેરાત કરવામાં આવી છે. ભારતની અગ્રણી ટેનિસ-બૉલ T10 લીગમાં આ વખતે ટોટલ પ્રાઇઝ-મની ૫.૯૨ કરોડ રૂપિયા કરવામાં આવી છે. પહેલી બે સીઝનમાં આ રકમ અનુક્રમે ૧.૨૫ અને ૧.૫૦ કરોડ રૂપિયાની જ હતી.
પહેલી બે સીઝનના ૫૦ અને ૬૦ લાખને બદલે આ વખતે ચૅમ્પિયન ટીમને બે કરોડ રૂપિયા મળશે. રનર-અપ ટીમને એક કરોડ રૂપિયાથી સન્માનિત કરવામાં આવશે. પહેલી બે સીઝનમાં ફાઇનલ હારનાર ટીમની ઇનામી રકમ ૨૫ અને ૩૦ લાખ રૂપિયાની જ હતી. લીગના મોસ્ટ વૅલ્યુએબલ પ્લેયર (MVP)ને એક નવી પૉર્શે 911 કાર મળશે જે ભારતીય રમતોમાં સૌથી મૂલ્યવાન વ્યક્તિગત સન્માનોમાંનું એક બનશે.
ADVERTISEMENT
૪૪ મૅચમાંથી પ્રતિ મૅચ પ્લેયર ઑફ ધ મૅચ વિજેતાને ૫૦,૦૦૦ રૂપિયા મળશે. ફાઇનલ મૅચમાં બેસ્ટ બૅટર, બોલર અને ફીલ્ડર માટે ટોટલ ૨.૫ લાખની ઇનામી રકમ રહેશે. ૮ ટીમોની આ ટુર્નામેન્ટમાં એક અનોખી પહેલના ભાગરૂપે સુરતના લાલભાઈ કૉન્ટ્રૅક્ટર સ્ટેડિયમમાં પ્રતિ મૅચ ફૅન ઑફ ધ મૅચ અવૉર્ડ્સ વિજેતાને ૨૦,૦૦૦ રૂપિયા મળશે.


