અગાઉ એપ્રિલ ૨૦૨૨માં કાઉન્ટી ક્રિકેટ મૅચમાં ક્રેગ ઓવર્ટને ઓવલ ખાતે અને જેમી ઓવર્ટને ટાઉન્ટનમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. ઓવલથી ટાઉન્ટનનું અંતર આશરે ૨૬૭ કિલોમીટર છે.
જેમી ઓવર્ટન અને ક્રેગ ઓવર્ટન
શનિવારે ૮૦૦૦ કિલોમીટરના અંતરે ઇંગ્લૅન્ડના જોડિયા ઑલરાઉન્ડર્સ ભાઈઓએ ક્રિકેટના મેદાન પર ધમાલ મચાવી હતી. બત્રીસમી વર્ષગાંઠના બીજા જ દિવસે ઇંગ્લૅન્ડના પેસ બોલર જેમી ઓવર્ટને ચેન્નઈમાં અને ઑલરાઉન્ડર ક્રેગ ઓવર્ટને ઇંગ્લૅન્ડમાં શાનદાર રમત દેખાડી હતી. જેમી ઓવર્ટને ચેન્નઈ સુપર કિંગ્સ માટે ૪ ઓવરમાં ૧૮ રન આપીને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. જ્યારે ક્રેગ ઓવર્ટને પણ કાઉન્ટી ક્રિકેટમાં તેની ટીમ સમરસેટ માટે ઍસેક્સ ટીમ સામે ૮૦ બૉલમાં ૧૪૧ રનની કૅપ્ટન ઇનિંગ્સ રમી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં આ તેનો સૌથી મોટો સ્કોર હતો. આ પહેલી વાર નથી જ્યારે આ જોડિયા ભાઈઓએ અલગ રહીને ક્રિકેટના મેદાન પર અસાધારણ સારું પ્રદર્શન કર્યું હોય. અગાઉ એપ્રિલ ૨૦૨૨માં કાઉન્ટી ક્રિકેટ મૅચમાં ક્રેગ ઓવર્ટને ઓવલ ખાતે અને જેમી ઓવર્ટને ટાઉન્ટનમાં પાંચ-પાંચ વિકેટ લીધી હતી. ઓવલથી ટાઉન્ટનનું અંતર આશરે ૨૬૭ કિલોમીટર છે.
