Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારત સામેની ઐતિહાસિક T20 મૅચ માટે જપાન એશિયન ગેમ્સની જ ટીમ ઉતારશે

ભારત સામેની ઐતિહાસિક T20 મૅચ માટે જપાન એશિયન ગેમ્સની જ ટીમ ઉતારશે

Published : 09 September, 2026 08:10 AM | IST | Beijing
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જપાને ૨૨ સપ્ટેમ્બરે ભારત સામે રમાનારી પોતાની પહેલી ઐતિહાસિક T20 મૅચ માટે ૧૫ સભ્યોની ટીમ જાહેર કરી છે. કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ ટીમનું નેતૃત્વ કરશે અને આ મૅચ રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીરૂપે રમાશે.

કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ

કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ


બાવીસ સપ્ટેમ્બરે સાનો ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત સામેની પહેલી ઐતિહાસિક T20 મૅચ માટે યજમાન જપાને ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી છે. આ એ જ ટીમ છે જે ઘરઆંગણે રમાનારી એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટ ઇવેન્ટમાં ભાગ લેશે. 
જપાનનો રેગ્યુલર કૅપ્ટન કેન્ડલ કડોવાકી-ફ્લેમિંગ ભારત સામેની T20 મૅચમાં આગેવાની કરશે. ૩૦ વર્ષના આ ખેલાડીએ જપાન માટે પંચાવન મૅચમાં ૧૩૯.૪૧ના સ્ટ્રાઇક-રેટથી બે સદી અને ૧૨ ફિફ્ટી ફટકારીને સૌથી વધુ ૧૮૭૧ રન બનાવ્યા છે. તે એક પાર્ટ-ટાઇમ સ્પિનર પણ છે. 
સુઝુકી કપ તરીકે રમાનારી આ મૅચ ભારત અને જપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે રમાશે. બાવીસ સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે ૯.૩૦ વાગ્યે રમાનારી આ મૅચ માટે ફૅનકોડ ઍપ્લિકેશને સ્ટ્રીમિંગ રાઇટ્સ મેળવ્યા છે, જ્યારે ડિજિટલ રાઇટ્સ માટે સોની, સ્ટાર અને ઝી જેવી મોટી વૈશ્વિક કંપનીઓ રેસમાં છે.


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 08:10 AM IST | Beijing | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK