સ્મૃતિએ હાલમાં શૅર કરેલા એક ઇવેન્ટના ફોટોમાં ઘણા લોકોએ તેનાં ઍથ્લીટ જેવાં બાવડાંની મજાક ઉડાડીને તેને મૅસ્ક્યુલિન એટલે કે મર્દાના કહી હતી
સ્મૃતિ માન્ધનાના આ ફોટો પરથી કેટલાક લોકોએ તેને મર્દાના કહીને તેની મજાક ઉડાવી હતી, જેનો જેમિમાએ જોરદાર જવાબ આપ્યો હતો (જમણે).
ભારતીય બૅટર જેમિમા રૉડ્રિગ્સે સ્મૃતિ માન્ધનાને ૪૦૦૦ T20 ઇન્ટરનૅશનલ રન કરનાર પ્રથમ એશિયન મહિલા ક્રિકેટર બનવા બદલ અભિનંદન આપતી પોસ્ટ શૅર કરી હતી. ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે ભારતીય ક્રિકેટ બોર્ડની સ્મૃતિના માઇલસ્ટોનવાળી પોસ્ટ શૅર કરીને લખ્યુ કે ‘તે મારી બહેન છે અને તેના બાયસેપ્સ ક્રેઝી છે.’
સ્મૃતિએ હાલમાં શૅર કરેલા એક ઇવેન્ટના ફોટોમાં ઘણા લોકોએ તેનાં ઍથ્લીટ જેવાં બાવડાંની મજાક ઉડાડીને તેને મૅસ્ક્યુલિન એટલે કે મર્દાના કહી હતી. જેમિમાએ સ્મૃતિને ટેકો આપીને આ ટ્રોલ્સને શાનદાર જવાબ આપ્યો હતો.
ADVERTISEMENT
3227
આટલા બૉલમાં ફાસ્ટેસ્ટ T20 ઇન્ટરનૅશનલ રન બનાવનાર મહિલા પ્લેયર બની સ્મૃતિ માન્ધના.


