Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વૈભવમાં જસ્ટિન લૅન્ગરને ડૉન બ્રૅડમૅન દેખાય છે તો ઇરફાન પઠાણને ગેઇલ

વૈભવમાં જસ્ટિન લૅન્ગરને ડૉન બ્રૅડમૅન દેખાય છે તો ઇરફાન પઠાણને ગેઇલ

Published : 21 May, 2026 09:49 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈભવ સૂર્યવંશીએ ગજબના પર્ફોર્મન્સ સાથે બધાને દીવાના કરી દીધા છે. ક્રિકેટપંડિતો તેને ભારતનો નેકસ્ટ સુપરસ્ટાર માનવા લાગ્યા છે અને જો તેની કરિઅરમાં કોઈ વિઘ્ન ન આવ્યું તો તે ક્રિકેટના લગભગ તમામ રેકૉર્ડ તેના નામે કરી લેશે એવું તેમને લાગી રહ્યું છે.

લખનઉના કોચ જસ્ટિન લૅન્ગર પણ વૈભવ સૂર્યવંશીની બૅટિંગ પર ફિદા થઈ ગયા હતા. મૅચ બાદ તેણે વૈભવ પાસે જઈને ફોટો પડાવ્યો હતો

લખનઉના કોચ જસ્ટિન લૅન્ગર પણ વૈભવ સૂર્યવંશીની બૅટિંગ પર ફિદા થઈ ગયા હતા. મૅચ બાદ તેણે વૈભવ પાસે જઈને ફોટો પડાવ્યો હતો


માત્ર ૧૫ વર્ષની ઉમંરે વૈભવ સૂર્યવંશીએ ગજબના પર્ફોર્મન્સ સાથે બધાને દીવાના કરી દીધા છે. ક્રિકેટપંડિતો તેને ભારતનો નેકસ્ટ સુપરસ્ટાર માનવા લાગ્યા છે અને જો તેની કરિઅરમાં કોઈ વિઘ્ન ન આવ્યું તો તે ક્રિકેટના લગભગ તમામ રેકૉર્ડ તેના નામે કરી લેશે એવું તેમને લાગી રહ્યું છે.

મંગળવારે લખનઉના કોચ જસ્ટિન લૅન્ગર પણ વૈભવ પર ફિદા થઈ ગયા હતા. મૅચ બાદ તેમણે વૈભવ પાસે જઈને પૂછ્યું હતું કે શું તારી સાથે એક ફોટો લઈ શકું છું?. ફોટો પાડ્યા બાદ તેણે વૈભવને કહ્યું હતું કે ‘હું આ ફોટોને હંમેશાં સંભાળીને રાખીશ’.

 આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો.

ત્યાર બાદ પ્રેસ કૉન્ફરન્સમાં લૅન્ગરે વૈભવનાં વખાણ કરતાં કહ્યું હતું કે ‘મેં ૩૫ વર્ષની કરિઅરમાં ઘણા મહાન ખેલાડીઓને જોયા છે, પણ આટલી નાની ઉંમરમાં આવી બૅટિંગ કમાલ છે. મિચલ સ્ટાર્ક અને ઍન્રિક નૉર્ખિયા જેવા વર્લ્ડ ક્લાસ બોલરોના ચહેરાના ભાવ જ બધું કહી દે છે. મને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. તે હજુ ૧૫ વર્ષનો જ છે અને એ બૅટિંગને વધુ સારી રીતે શીખી લેશે ત્યારે શું થશે એ વિચારીને ડર લાગે છે. મને ઘણા લોકો પૂછે છે કે શું બ્રૅડમૅન આજના સમયમાં પણ એટલા રન બનાવી શક્યા હોત?. ત્યારે હું કહું છું કે હા, તેઓ પોતાને આજના સમય પ્રમાણે અનુરૂપ કરી શક્યા હોત. સૂર્યવંશી પણ એટલો જ સારો છે અને જ્યાં પણ રમશે એ પ્રમાણે ઘડાશે અને વધુ બહેતર થશે.’

બીજી તરફ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણને લાગે છે કે વૈભવ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલ જેવો જ ખોફ બોલરોમાં પેદા કરી રહ્યો છે. ઇરફાને કહ્યું હતું કે ‘અમને ગેઇલ સામે બોલિંગ કરતી વખતે ડર લાગતો હતો, એવો જ ડર વૈભવ બોલરોના મનમાં બનાવી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 09:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK