યજમાન આયરલૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડ હાલમાં એકમાત્ર ટેસ્ટ-મૅચ રમી રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ભાગ નથી એવી આ ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સ ન્યુ ઝીલૅન્ડે ૪૯૦/૮ના સ્કોર પર ડિક્લેર કરી હતી.
કેન વિલિયમસન અને ટૉમ લૅધમે
યજમાન આયરલૅન્ડ સામે ન્યુ ઝીલૅન્ડ હાલમાં એકમાત્ર ટેસ્ટ-મૅચ રમી રહ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપનો ભાગ નથી એવી આ ટેસ્ટ-મૅચની પહેલી ઇનિંગ્સ ન્યુ ઝીલૅન્ડે ૪૯૦/૮ના સ્કોર પર ડિક્લેર કરી હતી. ગઈ કાલે પહેલી ઇનિંગ્સમાં ટી-બ્રેક સુધીમાં આયરલૅન્ડે ૩૨ ઓવરમાં ૧૩૯ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી.
કેન વિલિયમસન અને ટૉમ લૅધમે આ ટેસ્ટ-મૅચ માટે મેદાન પર ઊતરીને ઇતિહાસનાં પુસ્તકોમાં પોતાનું નામ નોંધ્યું. તેઓ ૧૨ અલગ-અલગ દેશોમાં ટેસ્ટ-મૅચ રમનારા પ્રથમ ખેલાડીઓ બન્યા છે. અગાઉ બન્નેએ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બંગલાદેશ, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને ઝિમ્બાબ્વેમાં ઓછામાં ઓછી એક ટેસ્ટ-મૅચ રમી છે. રિકી પૉન્ટિંગ સહિતના ૧૦ ખેલાડીઓ ૧૧-૧૧ દેશોમાં ટેસ્ટ-મૅચ રમ્યા છે.
