બન્નેએ પોતાના સાથી પેસ બોલર અને કર્ણાટક બોર્ડના પ્રમુખ વેન્કટેશ પ્રસાદ તથા પોતાની ફૅમિલીની હાજરીમાં મેદાન પરથી પોતાપોતાના એન્ડનું અનાવરણ કર્યું હતું.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના બન્ને એન્ડ્સને રાહુલ દ્રવિડ-અનિલ કુંબલેનું નામ મળ્યું
ગઈ કાલે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની પહેલી મૅચ પહેલાં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર્સ રાહુલ દ્રવિડ અને અનિલ કુંબલેને મોટું સન્માન આપવામાં આવ્યું હતું. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિએશને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમના બન્ને એન્ડ્સ એટલે કે પિચના બન્ને છેડા તરફના સ્ટૅન્ડ્સનાં નામ તે બન્નેનાં નામ પરથી રાખ્યાં હતાં. પૅવિલિયન એન્ડને અનિલ કુંબલે અને BEML એન્ડને રાહુલ દ્રવિડનું નામ મળ્યું છે. બન્નેએ પોતાના સાથી પેસ બોલર અને કર્ણાટક બોર્ડના પ્રમુખ વેન્કટેશ પ્રસાદ તથા પોતાની ફૅમિલીની હાજરીમાં મેદાન પરથી પોતાપોતાના એન્ડનું અનાવરણ કર્યું હતું.
