વિશ્વના નંબર વન T20 ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડે મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ બન્યા પછી મોટો નિર્ણય લીધો છે. કાયરન પોલાર્ડે ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રૅન્ચાઇઝીની ટીમ જોબર્ગ સુપર કિંગ્સ માટે આગામી SA20 લીગ રમવાની ના પાડી દીધી છે.
MI હેડ કોચ બન્યા કાયરન પોલાર્ડે
વિશ્વના નંબર વન T20 ઑલરાઉન્ડર કાયરન પોલાર્ડે મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ બન્યા પછી મોટો નિર્ણય લીધો છે. કાયરન પોલાર્ડે ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રૅન્ચાઇઝીની ટીમ જોબર્ગ સુપર કિંગ્સ માટે આગામી SA20 લીગ રમવાની ના પાડી દીધી છે. તેણે મૅનેજમેન્ટને જાણ કરી છે કે તે સાઉથ આફ્રિકામાં ૨૦૨૭ની આગામી SA20 સીઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં.
સુપર કિંગ્સ ફ્રૅન્ચાઇઝીઓના CEO કાસી વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે ‘કાયરન પોલાર્ડે અમને જણાવ્યું છે કે તે જોબર્ગ સુપર કિંગ્સ માટે રમી શકશે નહીં. હવે અમે તેમના સ્થાને અન્ય ખેલાડીની શોધ કરીશું.’ કેમ નહીં રમી શકશે એનું સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. આ મહિનાની શરૂઆતમાં ઑક્શન દરમ્યાન MI કેપટાઉને શિમરન હૅટમાયર પર બોલી લગાવતાં સુપર કિંગ્સે પોલાર્ડને ૮૫ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કરવાની તક મેળવી લીધી હતી. ૩૯ વર્ષનો કાયરન પોલાર્ડ મોટા ભાગની T20 લીગોમાં MI ફ્રૅન્ચાઇઝીની ટીમો માટે જ રમ્યો છે.
